જૂનાગઢના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજનું પુષ્પવર્ષાથી ઉષ્માભર્યુ સ્વાગત થયુ હતુ.
જુનાગઢ અક્ષરવાડી ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બપોરે એક વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પાવન આગમન થયુ હતુ.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મુંબઇથી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યુ હતુ અને ત્યાંથી પોલીસ પાયલોટ કારની દોરવણીએ કાર દ્વારા જૂનાગઢ, અક્ષર મંદિર ખાતે પધાર્યા હતા. જ્યાં મુખ્ય દ્વારથી મંદિર સુધી બી.એ.પી.એસ. ના શહેર તથા ગ્રામ્ય વિભાગના બાળકોએ કતારબધ્ધ ઉભા રહીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પુષ્પવર્ષાથી અને જયજયકારથી ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મંદિરમાં ઠાકોરજી પોઢી ગયા હોય સીધા જ ગુણાતીત સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંતો અને હરિભકતો ભાવિકોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. મહંત સ્વામી મહારાજની ૯૧ વર્ષની આયુ પ્રમાણે કાર્યકર ભાઇઓ-બહેનો દ્વારા રચિત ૯૧ ફૂટનો હાર સંતો તથા અગ્રણી કાર્યકરોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ભાવથી પહેરાવ્યો હતો.અ ા હારની વિશેષતા એ હતી કે સુંદર રંગીન કાગળોનામોટા મોટા પુષ્પો રચ્યા હતા અને તે કાગળોમાં કાર્યકરોના નામ લખવામાં આવ્યા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સુસ્વાસ્થ્ય તથા આગમન નિમિત્તે તેમના દર્શન ન થાય ત્યાં સુધી ૧૭૭ પુષ હરિભકત તથા ૨૭૫ મહિલા હરિભકતો તથા બાળ યુવા, યુવતીઓએ ભક્તિભાવથી સળંગ ત્રણ ચાર દિવસના નિર્જળ ઉપવાસ, એક બે મહિનાના ધારણા પારણા, સજળા ઉપવાસ વગેરે વ્રતો કરેલા હતા.
તેમજ અન્ય ભક્તિ સંબંધી નિયમોના પાઠ લીધા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેમના તપથી પ્રસન્ન થઇને ભકતોના પારણા માટે લીંબુના શરબતમાં પુષ્પો વેરીને શરબત પ્રાસાદિક કર્યુ હતું. સૌ ભકતોને મળીને પ્રસન્ન થયેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સહુને ડા આશીર્વાદ પાઠવતા કહયુ હતુ કે, ‘અમે આવી ગયા છીએ, અહીં જ રહેવાના છીએ, બધાને મળીશું’
ત્યારબાદ પછીનો દિવસ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે દાકતરી સલાહ મુજબ વિશ્રામનો દિવસ હોવાથી સમગ્ર દિવસ તેમના દર્શન થયા નહોતા. સાયંસભામાં ‘સ્વાગત દિન’કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech