સતાધારના વિજય ભગત સામે મહંત નરેન્દ્રબાપુ મેદાને

  • January 08, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્રના પવિત્ર તીર્થધામ સતાધારની જગ્યાના વિજય ભગતના વિવાદમાં હવે તેમના ગુરૂભાઈ એવા આપા ગીગાના ઓટલાના મહતં એવા નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ મેદાને ઉતર્યા છે. દરમિયાન તાજેતરમાં આ મામલે તેઓ રાજકોટ આજકાલ દૈનિક પ્રેસ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમણે વિજય ભગતને પાઠવેલા પત્રની નકલ આપી જણાવ્યું હતું કે જો વિજય ભગત સાચા હોય તો જગ્યાનું ધૂપેલીયું ઉપાડી હજારો ભકતોની હાજરીમાં આક્ષેપોનો ખુલાસો કરે અને જવાબો આપે, બીજાને હાથો બનાવી ખુલાસા કરાવવા શંકાસ્પદ છે. તેમણે ઉમેયુ હતું કે વૈરાગ્ય લીધા પછી સંસારના શોખ ન શોભે, વિજય ભગત સતાધારની ગાદીની પરંપરાનો ભગં કરી કયા ભવે છુટશો ?
વિશેષમાં આપગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજબાપુએ સતાધાર ધામના મહતં વિજય ભગતને પાઠવેલો પત્ર અક્ષરશ:નીચે મુજબ છે.
સતાધાર ધામના પ.પૂ. સદગુ દેવ જીવરાજબાપુ ગુ શામજીબાપુનો તા.૨૦–૮–૨૦૧૯ના રોજ સ્વર્ગવાસ થતાં જેને આજે પાંચ વર્ષ પુરા થવામાં છે. તો અમારે પાંચ વર્ષ પછી એટલે કે બાપુનુ શરીર શાંત થયા પછી આપના દ્રારા સતાધાર જગ્યાની અંદર ભયંકર રીતે ભયનુ વાતાવરણ ઉભુ કરી અને એક ક્રી પાત્ર એટલે કે ગીતાબેન દ્રારા કે જે આપની નજીકના સબંધો ધરાવતા હોય તેવુ લાગે છે ત્યારે આ સ્થિતિમાં તેના દ્રારા સતાધારધામની જગ્યામાં પોતાનું સંપૂર્ણપણે આધીપત્ય જમાવવાની કોશીશો કરવામાં આવી રહી છે. જેના હિસાબે સામાન્ય પ્રકારના લોકજન સેવકો, સાધુ સંતોને ગંભીર પ્રકારની હાની પહોંચાડવાના ખોટી રીતે માર મારવાના તેમજ ત્રાસ આપવાના તેમજ હેરાન કરવાના સોશ્યલ મીડીયામાં અલગ અલગ પ્રકારના વિડીયોગ્રાફીઓ તેમજ અનેક એવીડન્સો જાહેર થઇ રહયા છે. જેથી હવે વિજયભગત આ જગ્યા માટે અગત્યના ના હોય શકે કારણકે તેઓ સતાધારધામની સંપૂર્ણપણે પરંપરાઓ ચુકી ગયા હોય તેવુ લાગી રહયુ છે. તેથી જ હવે સતાધારધામની જગ્યાની પવિત્રતા, ગરીમા તેમજ ઉતરોતર પરંપરાઓ જળવાય રહે તે માટે હવે સતાધાર જગ્યા બચાવવાની આવશ્યકતા છે. જેથી આ પરંપરાઓને હવે કોઇપણ પ્રકારની હાનીઓ પહોંચે તેવુ અમે ઇચ્છતા નથી માટે અમારા દ્રારા આપને સાધુ સંતો અને સેવકોના આગ્રહથી એક વખત ચાન્સ આપવા માટે પત્ર લખવામાં આવેલ હતો. આ પત્રની અંદર જો તમારામાં તાકાત હોય તો એવુ પ્રસ્થાપીત કરી દયો કે અમો કયારેય જગ્યાના મહતં થવા માટેની વાત કરી છે. અમો આ જગ્યાને પચાવવાની વાત કરી છે કે પછી અમારા આવવાથી આપના દરેક પ્રકારના વ્યકિતગત હીતો, બદ ઇરાદાઓ, વગેરે જાહેર ન થાય એટલા માટે અમોને ફકત ને ફકત અટકાવવાની કોશીશો કરો છો. તેમજ અમોને દરેક વખતે જગ્યાઓ પચાવી પાડવી છે. અમારી પાછળ ષડયંત્રો રચો છો, આવા અનેક આક્ષેપો તમો કરો છો.
વિશેષમાં પત્રમાં આપાગીગાના ઓટલાના મહતં નરેન્દ્રબાપુ ગુ જીવરાજબાપુએ વિજય ભગતને પાઠવેલા પત્રમાં ઉમેયુ છે કે, જો તમારામાં જરા પણ માનવતા, ગુકૃપા, સત્યતા વિગેરે હોય તો અને સત્ય અને ધર્મ ઉપર ચાલતા હોય અને સતાધારમાં કયારેય કોઇપણ પ્રકારના અઘટીત અથવા તો પરંપરાની વિધ્ધના કાર્યેા ન કર્યા હોય અથવા કોઇના દ્રારા એટલે કે આપના માણસો દ્રારા આપની ઇચ્છાથી જો ન કરાવ્યા હોય તો મારી આપને સંપૂર્ણપણે વિનમ્રતાથી વિનંતી સાથે જણાવુ છુ કે આપણે બન્ને સતાધાર ધામના ધુપેલીયાની તેમજ સતાધારના સત્યની શકિતથી વાકેફ છીએ. ત્યારે તમો સતાધારધામ જગ્યાનું ધુપેલીયુ એટલે કે જેમાં સવારે ધુપ અને સાંજે આરતી કરવામાં આવે છે. તે ધુપેલીયુ ઉપાડી અને આપાગીગાની સમાધી સમક્ષ ઉભા રહી અને સમગ્ર પ્રેસ મીડીયા, ઇલે.મીડીયા, સોશ્યલ મીડીયા વિગેરેની હાજરીમાં પોતાના જમણા હાથમાં આરતીનું ધુપેલીયુ પ્રગટ કરી અને જણાવે કે મારી ઉપર જે કોઇપણ પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે તે સમગ્ર આક્ષેપો ખોટા છે અને જો આક્ષેપો સાચા હોય તો આ જગ્યાના સ્થાપક તેમજ પ.પૂ. શ્રી દાનગીગેવ મહારાજના શિષ્ય પરમ પૂજય શ્રી આપાગીગા તેમજ ઉતરોતર જીવરાજબાપુ ગુશ્રી શામજીબાપુ સુધીની સમગ્ર ચેતન સમાધીઓ દ્રારા સવા મહીનાની અંદર તેઓને વાડે વાડે કોઢ કાઢે નહીતર આક્ષેપ કરનારાને કાઢે. આવુ સમાધીની સામે અને પોતાની સત્યનો પરિચય આપે અને અમારીપણ ઉપર મુજબની વિજયભગતની સાથે જ ધુપેલીયુ ઉપાડવાની સંપૂર્ણપણે તૈયારીઓ છે ખાલી વિજયભગત નહી અમો પણ ઉપરોકત નિયમને બંધનકર્તા છીએ અને વિજયભગત ધુપેલીયુ ઉપાડવા માટે તૈયાર હોય તે સમયે અમે પણ ધુપેલીયુ ઉપાડવા માટે સતાધાર ધામ આવવા તૈયાર છીએ અથવા તો ઉપરોકત તૈયારી ન હોય તો તેઓ દ્રારા જયાં પણ કહેવામાં આવે એટલે કે રાજકોટ કહો તો રાજકોટ અથવા જુનાગઢ કહો તો જુનાગઢ તમે કહો તે સ્થળે, તમો કહો તે સમયે, સમગ્ર સમાજની વચ્ચેપણ અમે ખાસ કરી દરેક પ્રકારના પ્રેસમીડીયા, ઇલે. મીડીયા, તેમજ સોશ્યલ મીડીયાની હાજરીમાં આપણે આમને સામને બેસી જવા માટે તેમજ સતાધાર જગ્યાના હીતના સંપૂર્ણપણે સવાલો જવાબો દેવા માટે તૈયાર છીએ અને આ બાબતે તમારે પણ તૈયાર જ રહેવુ જોઇએ. દુધનું દુધ અને પાણીનું પાણી કરવા માટે થઇ જો આપ સંપૂર્ણ સત્યની સાથે જોડાયેલા હોય તો ૧૦૦ એ ૧૦૦ % ખુલ્લા મેદાનમાં ચર્ચાઓ કરવા માટે આવશો. અન્યથા આપની જુની સીસ્ટમ મુજબ એટલે કે પગે થી બારણુ ઠેલવાની આદત મુજબ તમારા ભકતોને ઉશ્કેરી અને પ્રેસમીડીયામાં મોકલતા હોવ છો અથવા તો સરળ પ્રકૃતિના તેમજ પોતપોતાની જગ્યાઓ ચલાવતા નાના–મોટા સંતો મહંતોને ગેરમાર્ગે દોરી અને જવાબો આપવા માટે આપ પ્રેરીત કરો છો

વિજય ભગત સાધુ સંતો મહંતો વચ્ચે આંતરિક વૈમનસ્ય ઉભું ન કરાવે: નરેન્દ્રબાપુ
મહંત નરેન્દ્રબાપુએ પાઠવેલા પત્રમાં વિજય ભગતને અંતમાં જણાવ્યું છે કે, અમારા દ્વારા તા.8-8-2017 ના રોજ પરમ પૂજય જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ તેમજ જીવરાજબાપુના સિધી લીટીના વારસદાર અને શિષ્ય એટલે કે નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ તેમજ આ જગ્યાના કાયમી વકીલ એવા શ્રી ટી.આર. દોશી ની હાજરીમાં અમારા દ્વારા વીલ બનાવી દેવામાં આવેલ જે વીલની કોપી આ સાથે જોડીએ છીએ. જે નકકી કરે છે કે જગ્યા પચાવવાની વાતો, જગ્યામાં ઘુસવાની વાતો, આ બધી હબંગ અને ઉપજાવી કાઢેલી વાતો છે. જેથી કરી પોતે પોતાના વ્યભિચારો તેમજ આર્થીક ગોટાળાઓ, શારીરીક અને માનસીક હીંસાઓ ત્યાં રહીને કરી શકે. શ્રી વિજયભગતને જણાવવામાં આવે છે કે આપ્ના દ્વારા બુધ્ધી પૂર્વક રિતે સાધુ સંતોની અંદર વૈમનષ્ય ઉભા થાય સેવકોને અંદર વૈમનષ્ય ઉભા થાય. તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમ પત્રમાં જણાવ્યું છે.

વિજય ભગત તમારા લીધે સતાધારની જગ્યાની બદનામી
મહંત નરેન્દ્ર બાપુએ વિજય ભગતને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જયારે આક્ષેપો ગંભીર પ્રકારના એટલેકે વિજયભગત તેમજ ગીતાબેન અને તેના પાગીયાઓ ઉપર વ્યભિચારને લગતા, આર્થીક ગોટાળાઓને લગતા, તેમજ શારીરીક અને માનસીક હિંસાઓને લગતા તમારી ઉપર લગાડવામાં આવ્યા છે. તો તમે શા માટે કોઇપણ પ્રકારની વસ્તુના ખુલાસાપુર્વકના જવાબો નથી આપતા. તમને જયારે પુછવામાં આવે ત્યારે એવુ જણાવો છો કે સમય આવ્યે જણાવશું તો શું હજુ આથી ખરાબ સમય આવવાનો બાકી છે. તમે આટલી બધી જાડી ચામડીના થઇ અને બેસી ગયા છો ત્યારે શું તમે એવુ માનો છો કે વિજયભગત અને તેની ટોળકીને જે નુકશાન થવાનું છે તે થઇ ગયુ છે અને હવે તો જગ્યા ભલે બદનામ થતી આપણે કંઇ ચિંતા નથી. આપણે કાંઇપણ ફરક પડવાનો નથી. આપણે તો ધમર્દિાના પૈસે એ મારા બાપલા જલ્સા કરો. પરંતુ ઘ્યાન રાખજો આ આપાગીગાનો રાબડો છે, પરુનો પૈસો છે આજ દિવસ સુધી કોઇપણને છોડયા નથી.પ્

રેસ-મીડિયા, સોશ્યલ મીડિયા સત્ય શોધવા સાથ આપે
મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુએ રાજકોટ આજકાલ દૈનિક કાયર્લિયની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે વિજય ભગતને પાઠવેલા પત્રમાં એમ પણ ઉમેર્યું છે કે હું તો પ્રેસમીડીયા, ઇલે. મીડીયા અને સોશ્યલમીડીયાના લોકોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે સતાધારના સત્યને ઉજાગર કરો. પ્રેસ મીડીયા, ઇલે. મીડીયા અને સોશ્યલ મીડીયા આ દેશની ચોથી જાગીર છે. વિજયભગત એવુ માને છે અને લોકોને ખાનગીમાં પણ જણાવે છે પ્રેસ મીડીયા ઇલે મીડીયા, સોશ્યલ મીડીયા, સરકારી તંત્ર, અર્ધસરકારી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ અથવા તો સરકાર મારૂ કાંઇ બગાડી લેવાની નથી. તો મારી સરકારશ્રીને, સરકારશ્રીના અધીકારીશ્રીઓને, સરકારની અંદર રહેલા પદાધીકારીશ્રીઓને હદયપૂર્વકની વિનંતી કરૂ છું કે સતાધારના સત્યને ઉજાગર કરવામાં મહેરબાની કરીને કોઇ ખોટી રીતના કોઇપણ પ્રકારની અડચણ ઉભી કરશો નહી. કારણ કે આ સતાધારના સત્યની વાત છે. સતાધાર ધામની પરંપરાઓની વાત છે માટે પુન: બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે થઇ શકે તો સતધારના સત્યને ઉજાગર કરવા માટે સૌ સાથે રહેશો.

સમાજ સમક્ષ સત્ય ઉજાગર થઇને જ રહેશે
મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુએ વિજય ભગતને પાઠવેલા પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આપ દરેક વખતે જણાવો છો કે આની પાછળ ષડયંત્રો રચવામાં કોણ કોણ છે તેની અમોને જાણ છે તો હું આપ્ને આજ લેખીતમાં જણાવુ છુ કે આશરે ત્રણેક મહીના પહેલા તમારા દ્વારા મને જયારે બોલાવવામાં આવ્યો અને ચચર્ઓિ થઇ ત્યારે આપ્ના દ્વારા એવુ કહેવામાં આવ્યુ હતુ કે અમોને એવુ જાણવા મળેલ છે કે આની પાછળ તમો એટલે કે નરેન્દ્રભાઇ સોલંકી જ છે તો આ બાબતે આજે ખુલાસા સહીત કહુ છુ કે મે આપ્ને ત્યારે જ કીધુ તુ તો પછી હવે તમો એવુ જ સમજીને ચાલજો કે હું આપ્ની પાછળ છું અને સતાધારના સત્યને સમાજ સમક્ષ ઉજાગર કરી ને જ રહીશ તેમ પત્રમાં જણાવ્યું છે.

વિજય ભગત મોઢું ખોલો, આક્ષેપોનો જવાબ આપો
મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ પાઠવેલા પત્રમાં વિજય ભગતને દર્દભરી અપીલ કરતા કહ્યું છે કે, જયારે આક્ષેપો આપ્ની ઉપર છે, ગીતાબેન ઉપર છે તો આપે જ જવાબ આપવા જોઇએ એવી કઇ મજબુરીઓ છે કે આટલી આટલી આપ્ના માત્ર ને માત્ર આપ્ના વિવાદથી જગ્યાથી બદનામ થઇ રહી છે છતાંય આપ મૌન છો અને દરેક વખતે એવુ જણાવો છો કે સમય આવશે કહેશુ હજુ કેટલો સમય બાકી છે ?? આનાથી વિશેષ ખરાબ સમય આવવાનો છે ખરો ??


સેવકો-અનુયાયીઓને પુરાવા આપવા અપીલ
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુએ સતાધારના વિજયભગતને પાઠવેલા પત્રમાં વધુમાં કહ્યું છે કે, છેલ્લા ત્રણેક મહીનાથી હું સત્યને સમાજ સમક્ષ રજુ કરવાના પુરાવાઓ ભેગા જ કરી રહયો છુ. અને (દરેક સાધુ સંતો તેમજ સેવકો, ભકતો, અભ્યાગતો, રોજ આવતા યાત્રાળુઓ વગેરેની સાથે જે કોઇપણ પ્રકારના જગ્યાની પરંપરાથી વિરધ્ધના કૃત્યો કરવામાં આવ્યા હોય. તેઓ કોઇપણ જાતના ડર વગર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ઓડીયો રેકોડીંગની કલીપો અથવા તો કોઇપણ પ્રકારના સત્યને ઉજાગર કરતા પુરાવા હોય તો અમોને અમારા ફોન નંબર 98242 10528 તેમજ 99784 07519 ઉપર સવારે 10 થી લઇ સાંજે 7 વાગ્યા સુધીમાં ફોન ઉપર જણાવી શકશો આપ્નુ નામ સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application