જોઇસરના ડેલામાં પોલીસનો દરોડો : જામનગર, ખંભાળીયા, મીઠાપુર સહિતના નશાબાઝો મળી આવ્યા : દરોડાના પગલે ટોળુ એકત્ર થયું : કેસ નહીં કરવા ધમપછાડા કરાયા : ભારે ચકચાર
જામનગરના ખંભાળીયા નાકા બહાર શેઠ ભગવાનદાસ રોડ જોઇસરના ડેલામાં મદીરાની મહેફીલ પર રાત્રીના પોલીસે દરોડો પાડતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસ દ્વારા ૮ નબીરા-વેપારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડાના પગલે શહેર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગરના ખંભાળીયા નાકા બહાર જોઇસરનો ડેલોમાં જીતભાઇ જોઇસરના રહેણાંક મકાને કેટલાક નબીરા, વેપારી ભેગા મળીને દાની મહેફીલ માણી રહયા છે એવી ચોકકસ બાતમી મળતા સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડાની સુચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે રેઇડ પાડીને મકાને મદીરાની મહેફીલ માણી રહેલા ખંભાળીયા ગેઇટ કુંભારવાડો ખાતે રહેતા વેપારી ધવલ રાજેશ ફલીયા, બેડીના ઢાળીયા પાસે રહેતા સોકત ઉમર સાઇચા, જામખંભાળીયાના નગરગેઇટ પાસે રહેતા વેપારી દર્શન દિલીપ મોદી, જામનગર નેરના કાંઠે ન્યુ સ્કુલ પાછળ રહેતા મોબાઇલ રીપેરીંગનું કામ કરતા પંકજ દિનેશ મુંજાલ, દિ.પ્લોટ ૨૯ એપાયર ટાવરની સામે રહેતા વેપાર કરતા રવિ નવિન ગોરી, મીઠાપુર ટાટા કેમીકલ ટાઉનશીપ ઓલ્ડ મરચન્ટ કોલોની ખાતે રહેતા ખેતીકામ કરતા નિલેશ રાજમલભા માણેક, જનતા સોસાયટી પાછળ સર્વોદય સોસાયટી મકાન નં. ૧૦ ખાતે રહેતા ખાનગી નોકરી કરતા અનિરુઘ્ધસિંહ રતનસિંહ સરવૈયા અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ દિવ્યમપાર્ક સોસાયટીમાં રહેતા ખેતી કરતા રામ પરબત ઓડેદરાને પકડી લીધા હતા.
પોલીસના દરોડા અંગેની જાણકારી મળતા ડેલાની બહાર રાત્રીના મોટી સંખ્યામાં ટોળુ એકત્ર થઇ ગયુ હતું અને કેસ નહી કરવા માટેના પણ કેટલાક લોકોએ ધમપછાડા કર્યા હતા પરંતુ પોલીસ ટસની મસ થઇ ન હતી અને તમામ નશાબાજોની અટકાયત કરી દાની સામગ્રી કબ્જે કરી સીટી-એ ડીવીઝન પોલીસ મથકે લઇ જઇ પ્રોહીબીશન એકટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી મોડી રાત સુધી ધમધમાટ ચાલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાપતા લેડીઝ અરબી ફિલ્મની નકલ હોવાનો આરોપ
April 02, 2025 11:59 AM20 વર્ષથી મેં ગરમ જ પાણી પીધું: ગૌતમી કપૂર
April 02, 2025 11:58 AMઅબીર ગુલાલ'માં પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાનને કાસ્ટ કરાતા હોબાળો
April 02, 2025 11:55 AMઐશ્વર્યા-અભિષેક કજરા રે... ગીત પર મન મુકીને ઝૂમ્યા
April 02, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech