માધુરી દીક્ષિતે દબંગ ખાન સાથે એક ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી

  • January 24, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ધક ધક ગર્લએ ભાઇજાન સાથે બોલીવૂડને આપી છે ઘણી બ્લક બસ્ટર મૂવીઝ
  • એવું તો શું હતું ફિલ્મમાં કે માધુરીએ સલ્લુ ભાઇ સાથે કામ કરવાની કહી ના


બી ટાઉનમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડી ખૂબ જ સુપરહિટ રહી છે. સલમાન ખાન અને માધુરી દીક્ષિતે વર્ષ 1991માં પહેલી વાર ફિલ્મ સાજનમાં સાથે કામ કર્યું હતું. દર્શકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી હતી. માધુરી દીક્ષિત અને સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હે કોનએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ બંને એક્ટરનો રોમાન્સ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પરંતુ એક ફિલ્મ એવી છે, જેમાં માધુરીએ સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. પછી આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી.

માધુરી દીક્ષનેતે ફિલ્મ હમ સાથ સાથે હેમાં પણ સલમાનની ખાનની ભાભીના પાત્ર માટે ઓફર કરવામાં આવી હતી. માધુરી દીક્ષિતે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ પાત્ર માટે તબ્બૂની પસંદગી કરવામાં આવી હતી. આ અંગે માધુરી દીક્ષિતે પણ અનેક વાર વાત કરી છે.


જો માધુરી દીક્ષિત આ પાત્ર ભજવે તો સલમાન ખાને માધુરી દીક્ષિતને પગે લાગવું પડે અને માધુરી દીક્ષિતને આ વાત બિલકુલ પણ પસંદ આવી ન હતી. આ કારણોસર તેમણે આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. માધુરી દીક્ષિતે એક વેબ સાઇટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે....

 ડાયરેક્ટર સૂરજ બડજાત્યા મને હમ સાથ સાથે હેમાં કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ તેઓ પરેશાન હતા કે, મારે કયું પાત્ર ભજવવું જોઈએ.  હું કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રેનું પાત્ર ભજવી શકું તેમ નહોતી, કારણ કે અગાઉ મારી અને સલમાનની હમ આપકે હૈ કોન હિટ થઈ હતી.

ખૂબ જ ચર્ચા કર્યા બાદ મને તબ્બૂનો રોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક એવો સીન પણ હતો, જેમાં સલમાન ખાન તેના ભાભીને પગે લાગે છે અને ગળે વળગે છે. આ કારણોસર મેં તબ્બૂનું પાત્ર ભજવવાની ના પાડી દીધી. ફિલ્મ હમ આપકે હે કોનમાં દર્શકોને મારો અને સલમાન ખાનનો રોમાન્સ પસંદ આવવાને કારણે સલમાન ખાન મને પગે લાગે તે મને યોગ્ય નહોતું લાગતું.


80-90ના દાયકામાં માધુરી દીક્ષિત અને સલમાન ખાનની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી હતી. સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડી સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. દર્શકોને આ બંને કલાકારની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે અને તેમણે વર્ષ 1991માં સૌથી પહેલી ફિલ્મ સાજનમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1993માં દિલ તેરા આશિકમાં કામ કર્યું હતું. વર્ષ 1994માં ફિલ્મ હમ આપકે હે કોનમાં કામ કર્યું હતું અને આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ રહી હતી. વર્ષ 2002માં સલમાન ખાન અને માધુરી દીક્ષિતે ફિલ્મ હમ તુમ્હારે હે સનમમાં કામ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application