અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી સર્જાયેલું તોફાન અટકવાના કોઈ સંકેત આપી રહ્યું નથી. શનિવારે રાત્રે આવેલા આ રિપોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કથિત અદાણી કૌભાંડમાં કનેકશન હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, બૂચ દંપતીએ શનિવારે મોડી રાત્રે અને પછી રવિવારે તેમનો વિગતવાર જવાબ જાહેર કર્યેા. હિંડનબર્ગ રિસર્ચે આ પ્રતિક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હિન્ડેનબર્ગ કહે છે કે બૂચની પ્રતિક્રિયા દર્શાવે છે કે તેણે ઘણી મહત્વની બાબતોનો સ્વીકાર કર્યેા છે. આવી સ્થિતિમાં તેમના પર અનેક મહત્વના પ્રશ્નો ઉભા થાય છે. ગઈકાલે મોડી રાત્રે, હિંડનબર્ગ રિસર્ચએ માધવી પુરી બુચ અને ધવલ બુચના નિવેદનનો જવાબ આપ્યો જેમાં હિંડનબર્ગના અહેવાલને રેગ્યુલેટર હેડના ચરિત્ર હનન કરવાના પ્રયાસ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કેટલાક ફોલો–અપ પ્રશ્નો અને કમેન્ટસ તેમજ માધવી દ્રારા મોકલવામાં આવેલ ઈમેલ તરફ ધ્યાન દોયુ. તેણે આ ઈમેલ તેના પતિ વતી ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ મોકલ્યો હતો. હિંડનબર્ગે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ છે કારણ કે વ્હિસલબ્લોઅર દસ્તાવેજો દર્શાવે છે કે બુચે સેબીના સભ્ય તરીકે કામ કરતી વખતે વ્યવસાય કરવા માટે તેના વ્યકિતગત ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યેા હતો. એટલું જ નહીં આ માટે તેણે પોતાના પતિના નામનો પણ ઉપયોગ કર્યેા હતો. આ દરમિયાન હિંડનબર્ગે સવાલો ઉઠાવ્યા કે સત્તાવાર હોદ્દા પર રહીને સેબીના વડાએ તેમના પતિના નામે અન્ય કયા રોકાણો કે વ્યવસાયો કર્યા છે?
ગઈકાલે બુચ દંપતીએ હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે અમારા જીવન અને આર્થિક પરિસ્થિતિ એક ખુલ્લી કિતાબ છે. જો ઓથોરિટી કોઈ દસ્તાવેજની માંગણી કરશે તો અમે તેને પૂર્ણ કરીશું. બુચ દંપતીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સેબીએ જેની સામે કાર્યવાહી કરી અને કારણ બતાવો નોટિસ મોકલી છે તે તેના જવાબમાં ખોટા આક્ષેપો કરી રહી છે. આ પછી બૂચ દંપતીએ ગઈકાલે સાંજ સુધીમાં વધુ એક વિગતવાર જવાબ આપ્યો હતો. બીજા પ્રતિભાવમાં તેમણે ઓફશોર રોકાણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે હિંડનબર્ગને ભારતમાં કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.
કોણ છે માધવી અને ધવલ બુચ?
– માધવી પુરી બુચ માર્ચ ૨૦૨૨માં સેબીનાં ચેરપર્સન તરીકે નીમાયાં હતાં.
– માધવીએ દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે ત્યારબાદ અમદાવાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ મેનેજમેન્ટથી (આઈઆઈએમ) એમબીએની ડિગ્રી મેળવી.
– માધવી બુચે ફાઇનાન્સ ક્ષેત્રે પોતાની કરિયરની શઆત ૧૯૮૮માં પ્રોજેકટ ફાઇનાન્સ અનાલિસ્ટ તરીકે આઇસીઆઇસીઆઈ બેન્ક સાથે કરી હતી.
– ફાઇનાન્સ ક્ષેત્રમાં ત્રણ દાયકાથી લાંબી કરિયરમાં તેમણે અલગ–અલગ જવાબદારી નિભાવી છે.
– માધવી બુચે ૨૦૦૬–૦૯ દરમિયાન આઇસીઆઇસીઆઇનાં એકિઝકયુટિવ ડિરેકટર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ ૨૦૦૯–૧૧ દરમિયાન તેમણે આઇસીઆઇસીઆઇનાં ચીફ એકિઝકયુટિવ આફિસર તરીકે જવાબદારી સંભાળી હતી.
– બુચ ત્યારબાદ એક અંતરરાષ્ટ્ર્રીય પ્રાઇવેટ ઇકિવટી કંપની ગ્રેટર પેસિફિક કેપિટલમાં જોડાયાં હતાં. આ ઉપરાતં તેઓ શાંઘાઈસ્થિત ન્યુ ડેવલપમેન્ટ બેન્કનાં સલાહકાર પણ રહી ચૂકયાં છે.
– તેઓ ટેલિકોમ કંપની આઇડિયામાં પણ નોન એકિઝકયુટિવ ડિરેકટકર તરીકે કામ કરી ચૂકયાં છે.
– માધવી પુરીના લિંકડઇન એકાઉન્ટ પર આપેલી માહિતી પ્રમાણે, તેઓ ૨૦૧૭માં સિકયોરિટીઝ અન્ડ અકસચેન્જ બોર્ડ આફ ઇન્ડિયાનાં ફુલટાઇમ સભ્ય બન્યાં હતાં.
– તેઓ ફુલટાઇમ સભ્ય તરીકે માર્કેટ રેગ્યુલેશન ડિપાર્ટમેન્ટ, ઇન્ટિગ્રેટડ સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ ઇન્સ્િટટૂટ આફ સિકયોરીટીઝ માર્કેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા અલગ–અલગ વિભાગોમાં જવાબદારી નિભાવી હતી. તેઓ ૨૦૨૨માં સેબીનાં ચેરપર્સન બન્યાં.
– માધવીના પતિ ધવલ બુચ પણ એક પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકસ્ટોન અન્ડ અલ્વારેઝ અને માર્શલમાં સલાહકાર છે. તેઓ ગિલ્ડેનના બોર્ડમાં નોન એકિઝકયુટિવ ડિરેકટર પણ છે.
– ધવલની લિંકડઇન પ્રોફાઇલ પર આપેલી માહિતી પ્રમાણે તેમણે આઇઆઇટી દિલ્હીથી અભ્યાસ કર્યેા છે. તેમણે ૧૯૮૪માં આઇઆઅટી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી.
– ધવલ બુચ યુનિલિવરમાં એકિઝકયુટિવ ડાયરેકટર અને ત્યારબાદ કંપનીના ચીફ પ્રોકયુરમેન્ટ આફિસર બન્યાં.
– બુચ પોતાને પ્રોકયુરમેન્ટ અને સપ્લાઈ ચેન વિશેષજ્ઞ ગણાવે છે
મોરેશિયસ ફંડમાં રોકાણની પુષ્ટિ
હિન્ડેનબર્ગ એ પણ નોંધ્યું હતું કે બૂચના પ્રતિક્રિયાએ સ્પષ્ટ કયુ હતું કે તેણે બર્મુડામોરેશિયસ ફંડમાં રોકાણ કયુ હતું. તેણે વિનોદ અદાણી (ગૌતમ અદાણીના મોટા ભાઈ) દ્રારા કથિત રીતે ઉચાપત કરેલ નાણાંની પણ પુષ્ટિ કરી છે. હિન્ડેનબર્ગે જણાવ્યું હતું કે તેણીએ પણ પુષ્ટિ કરી છે કે આ ફડં તેના પતિના બાળપણના મિત્ર દ્રારા ચલાવવામાં આવ્યું હતું જે તે સમયે અદાણીના ડિરેકટર હતા. તેમના પ્રતિભાવમાં સ્ક્રીનશોટસ જોડતા, હિંડનબર્ગે કહ્યું કે બે સલાહકાર કંપનીઓમાંથી એક હજુ પણ આવક મેળવી રહી છે. યારે તેઓ નિષ્ક્રિય થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
અદાણી ગ્રુપના શેરોમાં ૫ ટકાનો જોરદાર કડાકો
હિંડનબર્ગ રિસર્ચ ફર્મ દ્રારા સેબી અને અદાણી ગ્રૂપ વચ્ચે લિંકના અહેવાલો આવ્યા બાદ આજે ભારતીય શેરબજાર પર સૌની નજરો ટકી હતી. ત્યારે આ રિપોર્ટની અત્યાર સુધીમાં શેરબજાર પર સામાન્ય અસર દેખાઈ છે. સેન્સેકસમાં ટ્રેડિંગની શઆતમાં ૪૫૦ પોઈન્ટનો સામાન્ય કડાકો બોલાયો હતો યારે નિટીમાં પણ નજીવા ૯૦ પોઈન્ટનો કડાકો દેખાયો હતો. જોકે હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રૂપના સ્ટોકસ પર જોવા મળી હતી અને અદાણી એન્ટરપ્રાઈઝના સ્ટોકસમાં ૫ ટકાનો એકસાથે કડાકો બોલાઈ ગયો હતો.અદાણી ગ્રૂપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી દેખાઈ રહી નથી, ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિપોર્ટ જાહેર કરાયા બાદ દેખાઈ હતી. શઆતના વેપારમાં અદાણી પાવર ૯ ટકાથી વધુ ઘટો હતો. અદાણી વિલ્મરમાં ૬ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech