વિશ્ર્વ આખું જયારે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરે જુએ છે. તેવા સમયમાં રાજકોટના ગ્રાઉન્ડ ખાતે તા.25થી 28 સપ્ટેમ્બર, 2024 દરમિયાન 9મો રાજકોટ મશીન ટુલ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેટલ કટિંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્પણનું કેન્દ્ર બને છે.
આ પ્રદર્શનમાં કુલ 1,00,000 ચો.મી. એરીયામાં થનાર હોય જેમાં ભારત તથા યુએસએ, જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીયા, ઇટાલી, યુએઇ, થાઇલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350થી વધુ કંપ્ની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે. આ પ્રદર્શનની મુલાકાતે અંદાજે 1,00,000થી વધારે મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
કે એન્ડ ડી કોમ્યુનીકેશન અને મશીન ટુલ્સ મેન્યુ. એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે વર્ષ 2006થી શઆત થઇ, જેને અનન્ય પ્રતિસાદ મળતો ગયો અને રાજકોટ મશીન ટુલ્સ શો ઔદ્યોગિક ક્ષેત્ર માટે આકર્ષણનું સ્થાન બન્યું. વ્યાપાર ટેકનોલોજીના પ્રદર્શનમાં પોતાનું અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.
આ સમગ્ર એક્ઝિબિશન માટે યોગીનભાઇ છનીયારા (પ્રમુખ), હરેશભાઇ પટેલ (ઉપપ્રમુખ), તેજસ દુદકિયા (સેક્રેટરી), દેવલભાઇ ઘોરેચા (જો. સેક્રેટરી), કનકસિંહ ગોહિલ (ખજાનચી) તથા એસોસિએશનના ડાયરેકટરો સચીનભાઇ નગેવાડીયા, બ્રીજેશભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, ગોહિલ (ખજાનચી) તથા એસોસિએશનના ડાયરેકટરો પીયુષભાઇ ડોડીયા, અશ્ર્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્ધપુરા, ઘનશ્યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા, રવિભાઇ મા અને કે એન્ડ ડી કોમ્યુનિકેશન લી. અમદાવાદના કમલેશભાઇ ગોહીલ, અમીભાઇ મિસ્ત્રી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech