જાન્યુઆરી એટલે ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ.. આગામી તારીખ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૮ વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ પાવન દિવસે ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના ૧૦૦૮ શિલાપૂજન સમારોહનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્રારા પાટણ જિલ્લ ાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં ખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંકુલનો ભવ્યાતિભવ્ય શિલાપૂજન સમારોહ યોજાશે. આવતીકાલે સવારે ૭ વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ૧૦૦૮ યજમાન પરિવારો દ્રારા ૧૦૦૮ શિલાઓનું પૂજન કરવામાં આવશે. હિંદુ શાક્રોકત વિધિથી શાક્રીમહેતા પ્રધુમ્ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્રારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવશે. શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વપે આપવામાં આવશે જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવી શકે.
આ શિલાપૂજન સમારોહમાં ઠેર–ઠેરથી ભાવિકો પધારશે. જેના માટે ટ્રસ્ટ દ્રારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શિલાપૂજન સમારોહમાં પધારનાર ટ્રસ્ટીઓ, દાતાઓ, સંગઠન ટીમ, યજમાન, તેમના પરિવારજનો, ભાવિકો સહિતના તમામ લોકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે
શિલાપૂજનનું આમંત્રણ આપવા મા ખોડલનો રથનું ૨૮ દિવસ પરિભ્રમણ
શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના ૧૦૦૮ શિલાપૂજન સમારોહનું બ આમંત્રણ આપવા માટે મા ખોડલનો રથ ઉત્તર ગુજરાતના અરવલ્લ ી,સાબરકાંઠા,ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અનેમહેસાણા જિલ્લ ામાં ફર્યેા હતો. તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ અરવલ્લ ી જિલ્લ ાના ભુડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારભં થયો હતો અને ૧૨ જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લ ાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું. આમ કુલ ૨૮ દિવસમાં મા ખોડલનો રથ ૨૫૦થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં ૩ હજારથી વધુ કિલોમીટર ફર્યેા હતો. ગામડે ગામડે અને સોસાયટી સોસાયટીમાં મા ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી. સાથે જ દરેક ગામમાંથી એક–એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર) સંકુલના નિર્માણ કાર્યમાં કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech