ખંભાળિયામાં પીઢ સેવાભાવી અગ્રણી બરછા પરિવારની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ

  • June 02, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનોરથ પ્રસંગે મહાપ્રભુજીની બેઠકે શીશ ઝુકાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની વિશેષ જન સંપર્ક યાત્રા એક માસ માટે શરુ કરવામાં આવી છે. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે ગુરુવારે ખંભાળિયાની મુલાકાતમાં અહીંના અગ્રણી ઉદ્યોગપતિ અને પીઢ સેવાભાવી સ્વ. અરવિંદભાઈ બરછા પરિવારના નિવાસ્થાને ખાસ મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવાભાવી પરાગભાઈ બરછાને મળી, તેમના માતા પુષ્પાબેનના આશીર્વાદ લીધા હતા. સાથે તેમના બાળપણના સખી મનાલીબેન પરાગભાઈ બરછા સાથે જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
તેમના અગાઉના ધારાસભ્ય અને હાલ સાંસદ તરીકેના અદ્દભુત કાર્ય માટે તેમને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને પત્રકાર ભરતભાઈ લાલ દ્વારા મનોરથ પ્રસંગે સંસદ પૂનમબેન માડમે અહીંની મહાપ્રભુજીની બેઠક ખાતે પણ જઈ અને શીશ ઝુકાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application