જિલ્લા શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરને પત્ર દ્વારા રજૂઆત: ઘટનાને દોઢ મહિના થઇ ગયા, છતાં હજુ સુધી તપાસ સમિતિ દ્વારા રીપોર્ટ રજૂ કરાયો નથી
80 જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા દરેડ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પુસ્તકો પલળીને નાશ પામ્યા છે તે બાબતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને પત્ર મોકલી રજુઆત કરવામાં આવી છે કે પલળી ગયેલા પુસ્તકોની ઘટના એ કોઈ સામાન્ય બાબત નથી, આ ઘટના પાછળ તંત્રની ઘોર બેદરકારી દેખાઈ આવી છે, આ બાબત પર તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર દોશીતો સામે તાત્કાલિક કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગર જીલ્લાના શિક્ષણ વિભાગની ધોર બેદરકારી સામે આવી છે દરેડ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવેલ છે જ્યાં પ્રાથમિક શિક્ષણને લગતું તમામ સાહિત્ય રાખવામાં આવે છે અને ત્યાંથી તેમને શાળાઓ સુધી વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતુ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને તંત્રની ઘોર બેદરકારીને કારણે જામનગર જીલ્લામાં તા.27 થી 29 ઓગસ્ટ દરમિયાન પડેલ વરસાદમાં ઉક્ત ભવન ખાતે રાખવામાં આવેલ તમામ સાહિત્ય પલડી ગયું છે. સમયસર પુસ્તકોનું વિતરણ ન થવાના લીધે અને સાહિત્ય ની યોગ્ય જાળવણી ન થવાના લીધે જીલ્લાના વિધાર્થીઓ પુસ્તકો થી વંચિત રહી ગયા છે.
વધુમાં મળતી માહિતી મુજબ આ પુસ્તકોની સંખ્યા આશરે આઠ હજાર કરતા પણ વધારે હતી. જે ખરેખર ખુબજ ગંભીર બાબત છે. આજનો વિદ્યાર્થી જ આવતી કાલનું ભવિષ્ય છે ત્યારે વિદ્યાર્થીઓના પુસ્તકો સમયસર વિતરણ થયા વગર રહી જવા અને તેની યોગ્ય જાળવણી ન થવાની બાબતે યોગ્ય અને પારદર્શક રીતે તપાસ કરવી જરી છે.જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા તેમજ થયેલ બાબત પર ઊંડી તપાસ કરવી એ આવશ્યક છે. વિદ્યાર્થીનું ભવિષ્ય પુસ્તક થકી ઉજળું છે જો એ જ વસ્તુઓ પર આવી બેદરકારી દાખવામાં આવે તો વિધાર્થીઓનું ભવિષ્ય શું...?
જે બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.ર4 ઓક્ટોબરના તપાસ સમિતિ નીમવામાં આવી હતી.સમિતિએ એક અઠવાડિયામાં રીપોર્ટ આપવાનો હોય છે પરંતુ દોઢ મહિનો જેટલો સમય વીતી ગયેલ હોવા છતાં તપાસ સમિતિ દ્વારા કોઈ જ રીપોર્ટ રજુ કરવામાં આવેલ નથી આથી આ મામલે તત્કાલ યોગ્ય દિશા નિર્દેશ કરવા માટે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોરને પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તત્કાલિક દોષિતો પર કાર્યવાહી કરવા માટે માંગણી કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિયેતનામના દરિયાકાંઠે નવા દરિયાઈ જીવની શોધ, શું કહ્યું સંશોધકોએ જાણો વિગતવાર
January 18, 2025 09:07 PMસ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી
January 18, 2025 09:04 PMજંત્રીના દરો સામે 7200થી વધુ વાંધા અરજીઓ, સરકાર દ્વારા સમીક્ષા શરૂ
January 18, 2025 09:01 PMફાર્મર રજીસ્ટ્રીમાં ગુજરાત દેશભરમાં મોખરે, 50% થી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ
January 18, 2025 09:00 PMજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech