મુંબઈથી એમ.ડી. ડ્રગ્સ લઈને જામનગર પહોંચે તે પૂર્વે બેલડી રાજકોટમાં ઝબ્બે

  • April 11, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જામનગરના રહેવાસી બે શખસો શાહરૂખ બસીરભાઈ જામ ઉ.વ.૨૫ રહે.ગુલાબનગર સંજરી ચોક શેરી નં.૨ તથા ગુલાબનગર રામવાડી શેરી નં.૪માં રહેતા રાહત્પલ દિપકભાઈ ગોસાઈ ઉ.વ.૨૭ નામની બેલડીને રાજકોટ પોલીસે ૭.૫૦ ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ સાથે પકડી પાડી બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. મુંબઈથી સસ્તામાં ડ્રગ લાવીને જામનગરમાં છૂટક વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જામનગર જતા બે શખસો મુંબઈ તરફથી ડ્રગ લઈને આવતા હોવાની રાજકોટ સિટી એલસીબી ઝોન–૨ના હરપાલસિંહ જાડેજા તથા જેન્તીગીરી ગોસ્વામીને માહિતી મળી હતી જે આધારે બી–ડિવિઝન પીઆઈ એસ.એમ.જાડેજા, એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા તથા ટીમે વોચ ગોઠવી હતી. ચોક્કસ માહિતી મુજબ બન્ને શખસો રાજકોટ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જકાતનાકાની સામે ઉભા હતા અને પોલીસ પહોંચી હતી બન્નેની તલાસી લેતાં રાહત્પલના કબજામાંથી ૭૫૦૦૦ની કિંમનું ૭.૫૦ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું.બેલડીને સકંજામાં લેવાઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈમાંથી લઈ આવ્યાહ તા. નશાની ટેવ હોય અને ખર્ચ પણ નીકળી શકે તે માટે જામનગરમાં છૂટક ઉંચા ભાવે નસેડીઓને પુડીઓ ડ્રગ વેચતા હતા. શાહરૂખ ડ્રાઈવીંગનું કામ કરે છે જયારે રાહત્પલ ગાડી લે–વેચનું કામકાજ કરતો હોવાનું જાણવા મળે છે. રાહત્પલ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. બન્ને શખસોની એનડીપીએસ એકટ હેઠળ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. ત્રણ ફોન ૬૧૦૦ રૂપિયા મળી ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application