દેશમાં પ્રોપર્ટી માર્કેટ કેટલું ગરમ છે તેનો અંદાજ ડીએલએફના તાજેતરના વેચાણ પરથી લગાવી શકાય છે. દેશના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર ડીએલએફએ બાંધકામ શ કરતા પહેલા ગુગ્રામમાં લગભગ ૮૬૫ મિલિયન ડોલર એટલેકે આશરે . ૭,૨૦૦ કરોડની કિંમતના તમામ લકઝરી એપાર્ટમેન્ટ વેચી દીધા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ડીએલએફએ માત્ર ૩ દિવસમાં ૧,૧૧૩ લકઝરી લેટ વેચ્યા. આમાંથી ચોથા ભાગના પ્લોટ એનઆરઆઈ દ્રારા ખરીદવામાં આવ્યા છે.
જથ્થાબધં બુકિંગ ઘટાડવાના પગલાં લેવા છતાં ડીએલએફ એપાર્ટમેન્ટ વેચવામાં સફળ રહી છે. ફાળવણી ખરીદનાર દીઠ એક યુનિટ સુધી મર્યાદિત હતી અને બુકિંગની રકમ ઉધોગના ધોરણ કરતાં પાંચ ગણી હતી. એ જ રીતે, ગયા વર્ષે ડીએલએફએ માત્ર ત્રણ દિવસમાં લગભગ ૧ બિલિયન ડોલરના મૂલ્યના ૧૧૦૦ થી વધુ એપાર્ટમેન્ટ વેચ્યા હતા. અન્ય ટોચના ડેવલપર ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે પણ દિલ્હી નજીક ૫૦૦ મિલિયન ડોલરથી વધુ કિંમતના લકઝરી લેટ વેચ્યા છે. કંપનીએ વધુ પ્રોજેકટસ વિકસાવવાની પણ જાહેરાત કરી હતી.
પ્રીમિયમ એપાર્ટમેન્ટસનો પ્રોજેકટ ૧૧૬ એકરમાં ફેલાયેલો
ડીએલએફ પ્રિવાના સાઉથ પ્રોજેકટના સાત ટાવર્સમાંના તમામ ચાર બેડમ અને પેન્ટહાઉસ યુનિટ વેચવામાં આવ્યા હતા, એમ ડેવલપરે એકસચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. આ પ્રોજેકટ ગુગ્રામમાં ૧૧૬ એકર જમીનમાં ફેલાયેલો છે. તેમાં ગૂગલ અને અમેરિકન એકસપ્રેસ સહિત ઘણી બહત્પરાષ્ટ્ર્રીય કંપનીઓની ઓફિસ છે. દેશમાં મોંઘા મકાનોની માંગ વધી રહી છે. લોકોની આવક વધવાથી લકઝરી કારની સાથે મોંઘા મકાનો તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. પ્રીમિયમ એપાર્ટમેન્ટસની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને બિલ્ડરો દિલ્હી, મુંબઈ, બેંગલુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં નવા પ્રોજેકટ શ કરવાનું વિચારી રહ્યા છે.
ડીએલએફના શેર એક વર્ષમાં બમણા થયા
સેટેલાઇટ સિટીમાં લગભગ ૧૧૬ એકરમાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેકસ ફેલાયેલું છે. અહીં ગૂગલ અને અમેરિકન એકસપ્રેસ સહિત ઘણી બહત્પરાષ્ટ્ર્રીય કંપનીઓ છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ડીએલએફના શેર બમણાથી વધુ વધી ગયા છે. ડીએલએફના શેરે એક વર્ષમાં રોકાણકારોને ૧૦૩.૩૦ ટકા વળતર આપ્યું છે. ૨૦૦૮ પછી રેકોર્ડ સ્તર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech