મોરબી પંથકની યુવતી પર પ્રેમીએ દુષ્કર્મ ગુજારી અન્યત્ર સગાઈ કરી લેતાં એસિડ પીધું

  • December 07, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી પંથકની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મોરબીના ટાઈલ્સના ધંધાર્થીએ લની લાલચ આપી પાંચથી છ વખત દુષ્કર્મ ગુજારી અન્યત્ર સગાઈ કરી લેતાં પ્રેમીએ આપેલી લની લાલચમાં પોતાનું શિયળ લૂંટાઈ જતાં યુવતીને લાગી આવતા એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. એસિડ પીનાર યુવતીને સારવારમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે યુવતીની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને લની લાલચ આપી દુષ્કર્મ આચરી અન્ય જગ્યાએ સગપણ કરી લીધું હતું. જે સગપણની યુવતિને જાણ થતાં બન્ને વચ્ચે રકઝક થતાં વેપારી યુવાને તુ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતિને માઠુ લાગી આવતા એસીડપી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. યુવતિને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મોરબી પંથકમાં રહેતી ૨૬ વર્ષની યુવતિએ એસીડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતિને બેશુદ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતિ મોરબીમાં ટાઈલ્સનો શો–મ ધરાવતા વૈભવ નિલેશભાઈ ભોરણિયા નામના યુવાન સાથે બે મહિના પહેલા આખં મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યેા હતો. વૈભવ ભોરણિયાએ લની લાલચ આપી યુવતિને પાંચથી છ વાર તેના ઘરે લઈ જઈ શરીર સબધં બાંધ્યો હતો. બાદમાં વૈભવ ભોરણિયાએ અન્ય યુવતિ સાથે સગપણ કરી લીધું હોવાનું યુવતિને જાણ થતાં યુવતિએ તારે સગાઈ કરવી હતી તો મારી સાથે આવુ કેમ કર્યુ તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા વૈભવ ભોરણિયાએ તુ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે ધમકીથી માઠુ લાગી આવતા યુવતિએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યેા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application