ધ્રોલમાં મોબાઇલની બે દુકાનમાં ભીષણ આગથી લાખોનું નુકશાન

  • April 04, 2024 11:41 AM 

સ્થળ પર ટોળે ટોળા ઉમટી પડયા : ભારે દોડધામ : આગનું કારણ અકબંધ



ધ્રોલના ગાંધીચોકમાં ગત મોડી સાંજે મોબાઇલની બે દુકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી, ફાયર ફાઇટરો દ્વારા આગને ઠારવાની કામગીરી કરી હતી, જો કે આગના કારણે લાખોનો સર સમાન સળગી જતા નુકશાન થયુ હતું.


ધ્રોલના ગાંધી ચોક વિસ્તારમાં ગઇ મોડી સાંજે બે જુદી જુદી મોબાઇલની દુકાનમાં અચાનક આગ ભભુકતા અને થોડીવારમાં આગે વિકરાળ સ્વપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા હતા, આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આથી જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી.

શોટ સરકીટના કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું જો કે આગ ખરેખર કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ રહયું છે, ધ્રોલનો ધમધમતો વિસ્તાર હોય લોકોની સતત ચહલ પહલ રહે છે, આગના કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, બીજી બાજુ સબંધીત વિસ્તારમાં વિજ સપ્લાય અવરોધાઇ હતી અને અંધારપટ જેવી સ્થીતી સર્જાઇ હતી, ધ્રોલના પીએસઆઇ પનારા સહિતની ટીમ પણ દોડી આવી હતી. આગના કારણે સરસામાન સળગી જતા અંદાજે આઠ લાખ જેટલું બંને દુકાનમાં નુકશાન થયુ હતું. બનાવના લીધે બંને બાજુનો રોડ એક કલાક માટે સલામતી માટે બંધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application