અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલમાં લાગેલી આગને કારણે લોસ એન્જલસ શહેરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. આગમાં મોટી સંખ્યામાં ઘરો, શાળાઓ અને ધાર્મિક સ્થળો નાશ પામ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પછી પણ, લોસ એન્જલસના ડાઉનટાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવવાના કોઈ સંકેત મળ્યા નથી. આગ સતત વધી રહી છે. અધિકારીઓએ અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ સંખ્યા વધી શકે છે. દરમિયાન, આગથી પ્રભાવિત શહેરમાં લૂંટફાટ શરૂ થઈ હોવાના અહેવાલો છે.
યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેને તેને લોસ એન્જલસ ના ઇતિહાસમાં સૌથી વિનાશક આગ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના પશ્ચિમ ભાગમાં સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચે લાગેલી પેલિસેડ્સ આગ અને પૂર્વમાં પાસાડેના નજીક ઇટન આગ, અત્યાર સુધીમાં લગભગ 28,000 એકર વિસ્તારને બાળી નાખ્યો છે અને મોટાભાગનો વિસ્તાર રાખમાં ફેરવાઈ ગયો છે. આગની ભયાનકતા વચ્ચે, લોસ એન્જલસથી શરમજનક સમાચાર આવી રહ્યા છે કે હવે મોંઘા ઘરોમાં લુંટ શરુ થઈ છે.
આગને કારણે હજારો રહેવાસીઓ પોતાના ઘર ખાલી કરીને સલામત જગ્યાએ નીકળી ગયા છે , ત્યારે લૂંટારુઓએ ખાલી ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. લૂંટફાટની ઘટનાઓ એટલી વધી ગઈ કે અધિકારીઓને ચેતવણી આપવી પડી.શેરિફ કેથરિન બાર્જરએ જણાવ્યું હતું કે કટોકટીના આ સમયમાં, આપણે બધાએ જોયું છે કે વ્યક્તિઓ ઘરફોડ ચોરી અને લૂંટ ચલાવીને સંવેદનશીલ સમુદાયોને નિશાન બનાવે છે, આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેણીએ કહ્યું, આ કટોકટીના સમયમાં આપણા રહેવાસીઓની ચીજોને ચોરી કરનારાઓને શરમ આવવી જોઈએ. બાર્જરે જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. લગભગ 1,80,000 લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
લોસ એન્જલસમાં લાગેલી આ ભયાનક આગ અંગે લોસ એન્જલસના મેયર શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે કોઈએ આ વિસ્તારોમાં પરમાણુ બોમ્બ ફેંક્યો છે. આ પરિસ્થિતિથી હું સ્તબ્ધ છું. હું સુન્ન છું. અમને આશા છે કે મૃત્યુઆંક વધુ ન વધે. પરંતુ જે પ્રકારની તબાહી મચી છે તે જોઈને, અમને કોઈ સારા સમાચારની અપેક્ષા નથી.
આગ હજુ પણ ખતરનાક
લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું હતું કે ઇટન આગ મોટાભાગે કાબુમાં આવી ગઈ છે, જોકે તે હજુ પણ ભીષણ છે. દરમિયાન, અઠવાડિયાની શરૂઆતમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો થોડા ધીમા પડી ગયા છે, જેના કારણે જમીન પરના ક્રૂને હવાઈ સહાય મળી રહી છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દિવસભર 95 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રહેવાસીઓએ સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવું પડશે.
આગ 40 હજાર એકરમાં ફેલાઈ ગઈ:
50 અબજ ડોલરનું નુકસાન
અમેરિકન રાજ્ય કેલિફોર્નિયાના લોસ એન્જલસની આસપાસ લાગેલી આગમાં લગભગ 10 હજાર ઘર બળીને ખાક થઈ ગયા છે. 4 દિવસથી સળગતી આગ લગભગ 40 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. તેમાંથી 29 હજાર એકર જમીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આ ઉપરાંત લગભગ 30 હજાર ઘરોને નુકસાન થયું છે. આ આગ ફક્ત જંગલો સુધી મર્યિદિત નથી, પરંતુ તેણે મોટા પાયે રહેણાંક વિસ્તારોને પણ નષ્ટ કરી દીધા છે. એવો અંદાજ છે કે આગને કારણે 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃત્યુઆંક પણ વધીને 7 થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech