સુપ્રીમના ચીફ જસ્ટીસ ચંદ્રચુડએ સ્વતંત્રતા દિવસ પર બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યેા અને બંધારણીય મૂલ્યોના મહત્વ પર ભાર મૂકયો. તેમણે બાંગ્લાદેશના હિંદુ લઘુમતીઓ પરના હત્પમલા અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે આઝાદીને ગ્રાન્ટેડ લેવી ખૂબ જ સરળ છે, પરંતુ ભૂતકાળની ઘટનાઓને સમજવી જરી છે.
તેમણે કહ્યું કે પડોશી દેશ બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ આ અધિકારોના મૂલ્યની યાદ અપાવે છે.સુપ્રીમ કોર્ટ સંકુલમાં રાષ્ટ્ર્રધ્વજ ફરકાવ્યા બાદ ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસ આપણને બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવા માટે દેશના લોકોની એકબીજા પ્રત્યે અને રાષ્ટ્ર્ર પ્રત્યેની ફરજોની યાદ અપાવે છે. આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આપણા માટે કેટલી અમૂલ્ય સ્વતંત્રતા છે તેની સ્પષ્ટ્ર યાદ અપાવે છે.
બાંગ્લાદેશનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે આઝાદીને હળવાશથી લેવી ખૂબ જ સરળ છે, પરંતુ ભૂતકાળની ઘટનાઓને સમજવી જરી છે, જેથી આપણે યાદ રાખીએ કે આ બાબતો કેટલી મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે સ્પષ્ટ્ર યાદ અપાવે છે કે આઝાદી આપણા માટે કેટલી કિંમતી છે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ઘણા વકીલોએ પોતાનો કાનૂની વ્યવસાય છોડીને રાષ્ટ્ર્રના કામમાં પોતાને સમર્પિત કરી દીધા છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસ એ એક બીજા અને રાષ્ટ્ર્ર પ્રત્યેની આપણી ફરજોને યાદ કરાવવાનો દિવસ છે.ધ્વજવંદન સમયે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર હતા. તેમણે કહ્યું કે બંધારણ સર્વેાચ્ચ છે. મંત્રીએ કહ્યું કે ચીફ જસ્ટિસે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે બંધારણ સર્વેાચ્ચ છે. જો તેને ધારાસભા, કારોબારી અને ન્યાયતત્રં દ્રારા આત્મસાત કરવામાં આવે તો ભારત એક વિકસિત રાષ્ટ્ર્ર બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે
April 05, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech