વહેલી સવારે સેકડો યુવાનો દોડમાં જોડાયા: એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થીત રહયા
પોલીસ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા અન્વયે આજરોજ વહેલી સવારે જામનગરના પોલીસ હેડકવાર્ટર ખાતે શારીરીક કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કસોટીને પાર કરવા સેકડો યુવાનો દોડમાં જોડાયા હતા, આ વેળાએ એસપી પ્રેમસુખ ડેલુ, ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થીત રહયા હતા.
જામનગરના પોલીસ હેડ કવાર્ટર ખાતે આજથી લોકરક્ષક દળ ભરતીની શારીરીક કસોટીનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે 700 ઉમેદવારો પોલીસ ભરતી અન્વયે શારીરીક પરીક્ષા આપનાર છે, આજે સવારથી આ વિસ્તારમાં ઉમેદવારોની ચહલ પહલ જોવા મળી હતી અને સમય અનુસાર યુવાનો ગ્રાઉન્ડ ખાતે પહોચી ગયા હતા અને પોતાની શારીરીક કસોટીમાં ભાગ લીધો હતો. આ વેળાએ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ગ્રાઉન્ડ ઇન્ચાર્જ એસપી કોમલ વ્યાસ, હેડ કવાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડયા, ડીવાયએસપી ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થીત રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષા અન્વયે જામનગરને શારીરીક કસોટી માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યુ હતુ જે અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અહીના પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને ગ્રાઉન્ડને આખરી ઓપ અપાયો હતો, ગઇકાલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જામનગર ખાતેના ગ્રાઉન્ડનું નીરીક્ષણ કરવામાં આવ્યુ હતું અને સાથી પોલીસ અધિકારીઓ સાથે કેટલીક ચચર્િ વિચારણા કરી હતી. આજથી શ થયેલી શારીરીક કસોટી આગામી એક દોઢ મહીના સુધી સંભવત ચાલશે જેમાં ટાઇમ ટેબલ અનુસાર ઉમેદવારો ભાગ લેશેે.
પોલીસ ગ્રાઉનડ ખાતે શારીરીક પરીક્ષા માટે એક સાથે 200 લોકો મેચ રનીંગ ટ્રેક પર દોડશે અને તમામ પ્રકારની શારીરીક પરીક્ષાઓ આપશે એવી પણ વિગત જાણવા મળી છે કે આશરે 385 મીટર જેટલો રનીંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેમાં દોડ માટે મીટર, રાઉન્ડ અને મીનીટની મયર્દિાઓ નકકી કરાઇ છે. પરીક્ષામાં આવનાર ઉમેદવારો માટે ખાસ કેન્ટીન, ટોયલેટ બોક્ષ સહિતની સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને પરીક્ષા દરમ્યાન કોઇ અવ્યવસ્થા ન સર્જાય એ માટે 300 જેટલા પોલીસ કર્મીઓને સુરક્ષા વ્યવસ્થા અન્વયે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત મેડીકલ ટીમ ફાળવવામાં આવી છે. ભરતી પ્રક્રિયા દરમ્યાન ટેકનોલોજીનો પણ ઉપયોગ લેવામાં આવી રહયો છે અને ગ્રાઉન્ડની અંદર અન્ય કોઇ વ્યકિતને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech