મહાપાલિકા દ્રારા કાલે પવનપુત્ર ચોકમાં લોકડાયરો

  • September 30, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અમૃત કળશ યાત્રા સમાપન સમારોહ નિમિતે ૧–લી ઓકટોબરના રોજ  પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ પાસે ભવ્ય લોકડાયરાનું આયોજન.ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ લોકડાયરામાં કલાકારો  રાજભા ગઢવી અને  સુખદેવભાઈ ધામેલિયા દેશભકિત ગીતોની રમઝટ બોલાવશે શહેરીજનોને ઉમટી પડવા અપીલ કરાઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડે.મેયર  નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા  લીલુંબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા દેશ માટે સર્વેાચ્ચ બલિદાન આપનારા તમામ વીર અને વિરાંગનાઓને શ્રધ્ધાંજલી આપવા માટેના કાર્યક્રમ મેરી માટી મેરા દેશ અંતર્ગત તારીખ:૨૯૦૯૨૦૨૩ અને તારીખ:૩૦૦૯૨૦૨૩નાં રોજ વોર્ડ નંબર ૦૧ થી ૧૮ માં  માન. મેયર  નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ અમૃત કળશ યાત્રાના સમાપન સમારોહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ તારીખ: ૦૧૧૦૨૦૨૩ રવિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે વોર્ડ નંબર ૧૪ માં આવેલ પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ પાસે, રાજકોટ ખાતે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર  રાજભા ગઢવી અને હાસ્ય કલાકાર  સુખદેવભાઈ ધામેલિયા શહેરીજનોને દેશભકિતનાં ગીતો અને દેશભકિત વાતો રજુ કરી શહેરીજનોને દેશભકિતનાં રંગથી રંગાવશે આ અમૃત કળશ યાત્રા સમાપન સમારોહ નિમિતે યોજાનાર લોકડાયરામાં ગુજરાત રાયના કેબીનેટ મંત્રી  ભાનુબેન બાબરીયા, સાસદં સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાનાં કોર્પેારેટરઓ વગેરે ઉપસ્થિત રહેનાર છે. રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓએ અમૃત કળશ યાત્રા સમાપન સમારોહ નિમિતે યોજાનાર આ ભવ્ય લોકડાયરામાં શહેરીજનોએ  દેશભકિતનાં ગીતો અને દેશભકિત વાતોથી દેશભકિતનાં રંગથી રંગાવવા ઉમટી પડવા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application