લોકસભાનું સત્ર: મોદીને મજબૂત વિપક્ષનો પડકાર

  • June 24, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શ થઈ રહ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૧૦ વર્ષ બાદ ભાજપને મજબૂત નેતાઓ અને મોટી સંખ્યામાં વિપક્ષનો સામનો કરવો પડશે. સંસદ પરિસરમાં વિપક્ષ સંવિધાનની નકલ લઈને કુચ કરશે અને સંસદભવન પહોંચશે. સંવિધાનની રક્ષાનો મુદ્દો ગત ચૂંટણીમાં ખુબ ચાલ્યો હતો અને હવે વિપક્ષ તેને આગળ વધારવા માંગે છે. સંસદના સત્રની તોફાની શઆત તો પ્રોટેમ સ્પીકરની નિમણુકના મુદ્દાથી જ થઇ ગઈ છે, નીટની પરીક્ષામાં ગેરરીતિ, નેટ સહિતની પરીક્ષાઓ રદ કરવી, એકિઝટ પોલ દ્રારા શેબઝારમાં કૃત્રિમ તેજી, સંસદપરિસરમાંથી ગાંધીજી સહિતની પ્રતિમાઓ હટાવવી વગેરે મુદ્દે સંસદનું સત્ર તોફાની બની રહેવાનું છે.


વિપક્ષની વધેલી તાકાતનો પડકાર ભારત ગઠબંધનના ૨૩૪ સાંસદોની સંખ્યા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ અનેક છેવાડાના નેતાઓ ગૃહમાં પહોંચવાના કારણે વધુ હશે. આ સિવાય બીજેપીની વિચારધારા વિદ્ધ અન્ય વિપક્ષી પાર્ટીઓ અને અપક્ષો પણ લોકસભામાં પહોંચ્યા છે. લોકસભાના પ્રથમ સત્રની શઆત સાંસદોના શપથ ગ્રહણ જેવા ઔપચારિક કાર્ય સાથે થશે પરંતુ માનવામાં આવે છે કે રાષ્ટ્ર્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષ સરકારને ઘેરશે. પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિઓ ઉપરાંત સરકારને અિપથ જેવી યોજનાઓના વિરોધનો પણ સામનો કરવો પડશે.


લોકસભામાં બેઠકો વધવાથી કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને હવે ગૃહમાં બોલવા માટે વધુ સમય ફાળવવામાં આવશે. જેના કારણે વધુને વધુ સાંસદોને બોલવાની તક મળશે.
રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશમાંથી વિપક્ષ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરએલપી, સીપીએમ, બીએપીના ૫૯ સાંસદો ચૂંટાયા છે. આ તમામ હિન્દી બેલ્ટના રાયોના છે. ગત વખતે માત્ર સોનિયા ગાંધી જ કોંગ્રેસમાંથી રાયબરેલીથી સાંસદ હતા. આવી સ્થિતિમાં હિન્દીમાં ભાષણ આપનારા કેટલાક નેતાઓ જ હતા, યારે આ વખતે સ્થિતિ અલગ હશે.


છેલ્લા દસ વર્ષથી મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાનું સત્તાવાર પદ નથી. એક નિયમ તેના માર્ગમાં અવરોધ બની રહ્યો. વાસ્તવમાં, ઓછામાં ઓછા ૧૦ ટકા સભ્યો એટલે કે ૫૪ સાંસદો હોય તો જ કોઈને વિપક્ષના નેતાનો દરો મળી શકે છે. ૧૬મી અને ૧૭મી લોકસભામાં કોંગ્રેસ પાસે માત્ર ૪૪ અને ૫૨ સાંસદો હતા. પરંતુ, આ વખતે તેના સભ્યોની સંખ્યા ૯૯ પર પહોંચી ગઈ છે. જેના કારણે કોંગ્રેસને ૧૦ વર્ષ બાદ વિપક્ષના નેતા બનવાની તક મળી છે. કોંગ્રેસ વકિગ કમિટીએ રાહત્પલ ગાંધીને નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે પરંતુ તેમણે હજુ સુધી પોતાની સંમતિ આપી નથી.રાજયસભામાં શાસક પક્ષના નેતા પીયૂષ ગોયલ આ વખતે લોકસભા સાંસદ બન્યા બાદ ભાજપે નવો નેતા પસદં કરવો પડશે. સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને રાજયસભાના સભ્ય જેપી નડ્ડા આ વખતે પીયૂષ ગોયલનું સ્થાન લઈ શકે છે

બે દિવસ શપથ, ત્રીજા દિવસે ભાષણ
આજે અને આવતીકાલે ૧૮મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ બે દિવસ, પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ અને સ્પીકર પેનલના સભ્યો નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. બુધવારે લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ ગુવારે સંસદના બંને ગૃહોના સંયુકત સત્રને સંબોધિત કરશે. આ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના આગામી પાંચ વર્ષના એજન્ડાની ઝલક આપશે


પ્રોટેમ સ્પીકર પદ પર વિવાદ
ભાજપના નેતા અને સાત વખતના સંસદસભ્ય ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુકત કરવાના વિવાદની અસર આ સત્ર પર પડી શકે છે.વિપક્ષે માંગ કરી હતી કે કે સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે. વાસ્તવમાં, વિપક્ષે પ્રોટેમ સ્પીકર તરીકે મહતાબની નિમણૂકની ટીકા કરી છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે આ પદ માટે કોંગ્રેસના સભ્ય સુરેશના દાવાની અવગણના કરી છે. જયારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ કહે છે કે મહતાબ સતત સાત વખત લોકસભાના સભ્ય રહ્યા છે, તેથી તેઓ આ પદ માટે યોગ્ય ઉમેદવાર છે

વિપક્ષના મુદ્દાઓ
– નીટ પેપર લીક અને  ગેરવહીવટ
– એકિઝટ પોલના કારણે શેરબજારની વધઘટને કારણે નુકસાન
– બંગાળ રેલ્વે અકસ્માત અને રેલ્વે અસલામતી
– મોંઘવારી, બેરોજગારી, સરકારી સંસ્થાઓની મનમાન


મોદીના સંસદ બહાર કોંગ્રેસ પર આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કયુ હતું. તેમણે કહ્યું કે આવતીકાલે ૨૫ જૂન છે અને તે દિવસે દેશમાં ઈમરજન્સી કાળ એટલે કે ઈન્દિરા ગાંધીની સરકાર દ્રારા લાગુ કરાયેલી કટોકટીને ૫૦ વર્ષ પૂરાં થઇ જશે. દેશને એક કેદખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતત્રં માટે ૨૫ જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે. લોકતત્રં પર એ ઘટના એક કલકં સમાન છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દેશને એક જવાબદાર વિપક્ષની જર છે. અમે આશા રાખીએ છીએ કે વિપક્ષ દેશના લોકતંત્રની ગરીમાને જાળવી રાખશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application