સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકાર
જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન દ્વારા અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજનાં ઉતરોતર વિકાસમાં જોડાયેલા છે, શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધે અને વિશિષ્ટ સંગઠનો સમાજની એકતા માટે જોડાવવા તત્પર બન્યા છે
જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજનાં અનેક પરિવારો વસે છે,પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાઈ થઈ રહ્યા છે તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા મીટીંગ બોલાવી 13/12/23 નાં રોજ ઠરાવ કરવામાં આવેલ છે.તે ઠરાવ મુજબ બેડી લોહાણા મહાજનનો વહીવટ જામનગર લોહાણા મહાજનને સુપરત કરી સંભાળે તે માટે જામનગરના લોહાણા મહાજનનાં પ્રમુખ તેમજ હોદેદારોને બેડી મુકામે રામ મંદિર લોહાણા મહાજનવાડીમાં રામનવમીના દિવસે આ સુંદર કાર્ય અને નિર્ણયને વધાવવા માટે પધારવા આમંત્રિત કરેલ અને લેખિતમાં વિનતી પત્ર અને ઠરાવ અર્પણ કરેલ.
જેને લોહાણા મહાજનનાં પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર હોદેદારોએ હર્ષેભેર આવકારી સ્વીકારેલ અને નજીકના દિવસોમાં બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલીનીકરણ કરવા સમાજનાં વડીલોની અને કમિટી સાથે ચચર્િ કરી આ બાબતે આગળ વધી બેડી લોહાણા મહાજનની લાગણીને અને વિનતીને સ્વીકારવામાં આવશે તેમ શ્રી જીતુભાઈ લાલે લાગણી વ્યક્ત કરતાં બેડી લોહાણા મહાજનના આનંદ અને ખુશીને લહેર વ્યાપી ગઈ હતી બાદ જય શ્રી રામ અને જય જલારામનાં જયઘોષ સાથે આવકારેલ. જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદમંત્રી રમેશભાઈ દતાણીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિગ બીએ કૌન બનેગા કરોડપતિ 16માં અભિષેક બચ્ચનને આમંત્રણ આપવા બદલ થયો પસ્તાવો
November 15, 2024 12:29 PMઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech