લોધીકા-રીબડા રોડની હાલત દયનીય: વાહન ચાલકોને હાલાકી

  • February 02, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા રીબડા રોડ હાલ અત્યંત બિસ્માર હાલતનો બની ગયેલ હોય વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રોડને પેવરની મંજૂરી મળી ગયેલ હોય તુરંત પેવર કરવા લોકોની માંગણી થઈ રહેલ છે. આ અંગે તાલુકા શિવસેનાના પ્રમુખ ગૌરવભાઈ હંસોરા, ઉપપ્રમુખ અશોકભાઈ વસોયાએ કરેલ રજૂઆત મુજબ લોધીકા રીબડા રોડ ઉપર વ્યાપક પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે મેટોડા જીઆઇડીસી તથા શાપર જીઆઇડીસી આ બંને મોટી ઔદ્યોગિક વસાહતોને જોડતો આ શોર્ટકટ માર્ગ છે ઉપરાંત કાલાવડથી ગોંડલ જવા માટે પણ આ માર્ગનો ઉપયોગ થતો હોય આ રોડ ઉપર દરરોજ વાહનોની અવરજવર રહે છે. હાલ આ રોડ અત્યંત ખખળધજ હાલતનો બની ગયેલ છે ત્યારે લોકોને તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છેે. વાહન ચલાવવું મુશ્કેલ બની ગયેલ છે ઠેર ઠેર ખાડાઓને લઈ સતત અકસ્માતનો ભય રહે છે ત્યારે આ મંજૂર થયેલ રોડની કામગીરી તુરત હાથ ધરવા લોકો રજૂઆત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application