રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 24ની દાવેદારી બાદ બન્ને જૂથનું લોબિંગ

  • January 06, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ભાજપમાં પ્રમુખ પદની દાવેદારી રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન જૂથવાદ સ્પષ્ટપણે નજરે પડ્યો હતો એ જ રીતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની દાવેદારી રજૂ કરવામાં પણ જૂથવાદની જમાવટ જોવા મળી હતી, ખાસ કરીને શનિવારે દાવેદારી રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારથી શરૂ કરી રવિવારે રાત્રી સુધી બન્ને જૂથના દાવેદારોએ પ્રદેશ સુધી લોબિંગ કર્યું હોવાનું જાણવા મળે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને રીપીટ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ભાજપ્ના એક જૂથ દ્વારા ગાંધીનગર સુધી તેમની તરફેણમાં લોબિંગ કરવામાં આવ્યું હતું તો સામા પક્ષે હરીફ જૂથ દ્વારા તેમના વિરુદ્ધ પુરાવા સાથે રજૂઆતોનો મારો ચલાવ્યો હોવાની ચચર્િ છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખની મોબાઇલ ફોન વાતચીતનું એક કોલ રેકોર્ડિંગ તેમની વિરુધ્ધનો મુદ્દો બન્યોની ચચર્િ છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે 24 આગેવાનએ દાવેદારી રજૂ કરી હતી જેમાં (1) અલ્પેશભાઇ ઢોલરીયા (2) ચંદુભાઇ શીંગાળા (3) બળવંતભાઇ નસીત (4) અશોકભાઇ ઠુંમર (5) પરસોતમભાઇ ગજેરા (6) જગદીશભાઇ કપુરીયા (7) મનિષભાઇ બી.ચાંગેલા (8) મનસુખભાઇ રામાણી (9) મનોજભાઇ સાકરીયા (10) પ્રતિપાલસિંહ જાડેજા (11) ધીરૂભાઇ તળપદા (12) પ્રવીણભાઈ હેરમા (13) શૈલેષભાઇ શિંગાળા, (14) પરેશભાઇ વાગડીયા (15) નીતિનભાઈ ઢાંકેચા (16) બાબુભાઇ નસીત (17) દામભાઇ ટીલાળા (18) વલ્લભભાઇ સેખલીયા, (19) ભીખાભાઈ રોકડ (20) માધવીબેન (સોનલબેન) વસાણી (21)ચેતનભાઇ રામાણી (22) ભગીરથસિંહ જાડેજા (23) ભાવેશભાઇ વેકરિયા અને (24) ડો.દિપકભાઇ એસ. પીપળીયા સહિતનો સમાવેશ થાય છે.રાજકોટ શહેર ભાજપમાં રવિવારે દિવસભર સખળ ડખળ રહ્યો
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે શનિવારે રૂપાણી જૂથ દ્વારા મોટા પાયે દાવેદારી કરવામાં આવ્યા બાદ રવિવારે પણ દિવસભર સખળ ડખળ ચાલુ રહી હતી. રાજકોટ આવેલા પ્રદેશ નેતાઓનો વ્યક્તિગત સંપર્ક કરી પોતાની તરફેણમાં લોબિંગ કરવા પ્રયાસો થયા હતા. શહેર ભાજપ્ના બન્ને જૂથોએ ગઇકાલે પોત પોતાના જૂથની ગુપ્ત મિટિંગ પણ યોજી હોવાની ચચર્િ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application