બે લાખ સુધીની લોન કોઈપણ ગીરો વગર મળશે, આરબીઆઈએ ખેડૂતોને આપી ભેટ

  • December 07, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે જે ખેડૂતોને ૨ લાખ પિયા સુધીની લોનની જર છે તેઓ કોઈપણ મિલકત ગીરો રાખ્યા વિના આ નાણાં મેળવી શકશે. જો કે, તેઓએ ઓળખ અને અન્ય મહત્વપૂર્ણ હેતુઓ માટે અન્ય દસ્તાવેજો આપવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઈનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં
આવી છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યેા છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વગર ૨ લાખ પિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ મર્યાદા ૧.૬ લાખ પિયા હતી, જેને આરબીઆઈએ વર્ષ ૨૦૧૯માં વધારી હતી. પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.
હવે જે ખેડૂતોને ૨ લાખ પિયા સુધીની લોનની જર છે તેઓ કોઈપણ મિલકત ગીરો રાખ્યા વિના આ નાણાં મેળવી શકશે. જો કે તેઓએ ઓળખ અને અન્ય મહત્વપૂર્ણ હેતુઓ માટે અન્ય દસ્તાવેજો આપવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઈનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. તેનાથી વધુ ખેડૂતો લોનનો લાભ મેળવી શકશે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલેટરલ લોન એ એવી લોન છે જેમાં લોન લેતી વખતે કેટલીક સિકયોરિટી જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે. પ્રથમ અસુરક્ષિત (વ્યકિતગત લોન, ક્રેડિટ કાર્ડ પર લોન) જેમાં કોઈ સિકયોરિટી જમા કરાવવાની જર નથી. બીજી હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, બિઝનેસ લોન જેવી સુરક્ષિત લોન છે. આ લેતી વખતે બેંક તમારી પાસેથી સિકયોરિટી લે છે.
હવે આ સુરક્ષા પણ બે પ્રકારની છે. પ્રથમ પ્રાઇમ છે અને બીજું કોલેટરલ સિકયોરિટી છે. જો ઉધાર લેનાર લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો બેંક સિકયોરિટી વેચીને તેના પૈસા તેમાંથી વસૂલે છે. કોલેટરલ ફ્રી લોન ખાનગી અને સરકારી બંને બેંકો પાસેથી લઈ શકાય છે. આ માટે વ્યાજ દર ૧૦.૫૦ ટકાથી વધુ છે. કોઈપણ મિલકત ગેરંટી વિના કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application