રાજકોટમાં રૂ.૪.૧૩ કરોડનું લોન કૌભાંડ: ૨૮ સામે ફરિયાદ

  • April 01, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં હેડ ઓફિસ ધરાવનાર મીન્ટી ફી ફીનસર્વ પ્રા.લી. કંપનીની રાજકોટમાં શીતલ પાર્ક પાસે સ્પાયર 2 સ્થિત બ્રાન્ચમાં ફરજ બજાવનાર બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર તથા ઇન્સ્પેકશન કરનાર કર્મચારીએ મળી ખોટા રેકર્ડના આધારે 25 ગ્રાહકોની લોન મંજૂર કરી દઇ રૂપિયા 4.13 કરોડનું કૌભાંડ આચર્યા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મશીનરી તથા કોઈ સંપત્તિ ન હોવા છતાં લોન લેનાર પાસે આવી સંપતિ હોવાના રેકર્ડ દર્શાવી મોટા કમિશનની લાલચે કંપનીના જ કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું હતું. બાદમાં લોન લેનાર હપ્તા ન ભરતા કંપનીને શંકા જતા તપાસ કરતા કોભાંડનો પર્દાફાશ થયો હતો.


છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં શીતલ પાર્ક સ્પાયર-૨ બિલ્ડીંગમાં 13 માં મળે ઓફિસ નંબર 13 અને 24 માં આવેલી મીન્ટી ફી ફનસર્વ પ્રા.લી. કંપનીના લીગલ મેનેજર ચંદ્રેશ મોટુંમલ જોબનપુત્રા (ઉ.વ 30 રહે. સુરત) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની કંપનીના થર્ડ પાર્ટી એજન્સીના ત્રણ કર્મચારી જેમાં પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ કરનાર અમિત ઘનશ્યામભાઈ ધરેજીયા, કંપનીના બ્રાન્ચ મેનેજર હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (રહે. શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ 150 ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક, રાજકોટ) અને કંપનીના સેલ્સ મેનેજર આકાશ દિનેશભાઈ વ્યાસ (રહે. દેવાશીષ એપાર્ટમેન્ટ પાછળ અયોધ્યા ચોક, રાજકોટ) ઉપરાંત લોન લેનાર 25 ગ્રાહકોના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીની કંપનીની ઓફિસ મુંબઈમાં અંધેરી કુરલા રોડ પર ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં બીજા માળે આવેલી છે તેમજ રાજકોટમાં અહીં શીતલ પાર્ક પાસે ઓફિસ આવેલી છે કંપની બે પ્રકારની સિક્યોર અને અનશિક્યોર લોન આપે છે. જેમાં ગ્રાહકોનો સીબીલ સ્કોર જોવામાં આવે છે તેમજ ઇન્કમટેક્સ રિટર્ન અને છેલ્લા એક વર્ષના બેંક ટ્રાન્જેક્શન જોઈ એસેટ વેલ્યુ પણ જોઈ કંપનીના સેલ્સ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર અને થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરી ગ્રાહકની ક્ષમતા મુજબ લોન આપવામાં આવતી હોય છે.


તા. 30/9/2023 થી તા. 30/6/2024 દરમ્યાન 25 ગ્રાહકોની લોન બેંકના કર્મચારીઓ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જે શંકાસ્પદ હોય તેમજ બાદમાં આ લોન ધારકોએ પેઢીમાં સમયાંતરે લોનના હપ્તા ન ભરતા રાજકોટ શહેરની બ્રાન્ચની સ્થિતિમાં શંકા જતા કંપનીના અન્ય મેનેજર દ્વારા ઉપરોક્ત તમામ લોન ધારકો દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજ રેકળની ચકાસણી કરતા તથા સ્થળ નિરીક્ષણ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ રેકર્ડ બોગસ હોવાનું જણાય આવ્યું હતું. બાદમાં પૂર્ણ ખાતરી કરાવતા લોન મંજૂર કરવામાં જેમની મહત્વની ભૂમિકા રહેલી છે તે કર્મચારીઓની પૂછપરછ કરતા તેમની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ હતી બાદમાં કંપની દ્વારા તમામ લોન ધારકો દ્વારા રજૂ કરાયેલા રેકર્ડની પૂર્ણ ચકાસણી કરતા રેકર્ડ ખોટું અને બોગસ હોવાનું માલુમ પડ્યું હતું અને આ રેકર્ડના આધારે લોન મંજૂર કરવામાં થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારીઓની ભુમિકા બહાર આવી હતી. આમ કંપનીના થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારીઓ દ્વારા લોન ધારકો સાથે મળી ગુનાહિત કાવતરું રચી રેકર્ડ ખોટી હોવાની પૂરતી જાણકારી હોવા છતાં ગ્રાહકો પાસેથી મસમોટુ કમિશન મેળવી ત્રણેય કર્મચારીઓએ આ રેકર્ડ સાચા તરીકે ઉપયોગ કરી લોન મંજૂર કરી દઇ કુલ 4,13, 31,517 ની લોન અપાવી બાદમાં હપ્તા નહીં ભરી કંપનીને મસમોટું નુકસાન પહોંચાડ્યું હોય આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા યુનિવર્સિટી પોલીસે કંપનીના ત્રણેય કર્મચારીઓ અને 25 ગ્રાહક સહિત 28 શખસો સામે આઇપીસીની કલમ 420, 465, 468, 471 અને 120 (બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાને લઇ વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ ચલાવી રહ્યા છે.


લોનધારકોમાં રાજકોટ,જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના શખસોનો સમાવેશ

આ કૌભાંડમાં જેની લોન મંજૂર કરવામાં આવી છે.જે લોનધારકોમાં દક્ષિણી કૌશાલકુમાર હર્ષદભાઇ(રહે. ગરબી ચોક,સુરેન્દ્રનગર), ઠકકર ક્રિષ્ના અશ્ર્વિનકુમાર(રહે.સુરેન્દ્રગનર), અમીન મનહર બોરાડ(રહે. સ્વામીનારાયણ ચોક,રાજકોટ), પાર્થ કમલેશ દધાતરા(રહે. કાંગશીયાળી), શિલ્પા પાર્થ દુધાતરા(રહે. કાંગશીયાળી), અરજણ વિઠલભાઇ આસોદરીયા (રહે. ગોકુલ પાર્ક, રણુજા મંદીર પાસે, કોઠારીયા રોડ, રાજકોટ), શીલ્પાબેન અરજણભાઇ આસોદરીયા (ગોકુલ પાર્ક, રણુજા મંદીર પાસે, કોઠારીયા રોડ, રાજકોટ), જતીન પ્રવીણભાઇ કણજારીયા(રહે. ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં ૪૨/૩, જામનગર), મોનીકા જતીનભાઇ કણજારીયા (રહે. ગોકુલધામ સોસાયટી, પ્લોટ નં.૪૨/૩, જામનગર), કણજારીયા હીતેશ તુલશીભાઇ (રહે.કંજારીયાનગર, બાબરીયા કોલોની આહીર ચોક, રાજકોટ), પાડલીયા કમલેશભાઇ જમનાદાસ (રહે.બી પ્રથમ હાઇર્ટસ, સોરાષ્ટ્ર હોટલની પાછળ, કાંગશીયાળી), જગદીશ છગનભાઇ ચૌહાણ (રહે. શ્રૃતિ પાર્ક, નારાયણનગર, હરીયા કોલેજ પાસે, ઉધોગનગર, જામનગર(પ્રજ્ઞનાબેન જગદીશભાઇ ચૌહાણ રહે. શ્રૃતિ પાર્ક, નારાયણનગર, હરીયા કોલેજ પાસે ઉધોગનગર, જામનગર), વિનોદભાઇ નાનજીભાઇ ધરવીયા (રહે. દ્રારકેશ -૩, પ્લોટ નં ૧૬૮/૧, સાંઢીયા પુલ પાસે, ઉધોગનગર, જામનગર), પુષ્પાબેન વીનોદભાઇ ધારવીયા (રહે. દ્રારકેશ -૩, પ્લોટ નં ૧૬૮/૧, સાંઢીયા પુલ પાસે, ઉધોગનગર, જામનગર), ધારવીયા ચીરાગ ભરતભાઇ (રહે.૨૩, ગોકુલનગર,પાસે, શ્યામનગર પાછળ, જામનગર), ભરત રવજીભાઇ ધારવીયા (રહે.૨૩, ગોકુલનગર પાસે, શ્યામનગર પાછળ, જામનગર), જયદીપભાઇ ખીમજીભાઇ ચૌહાણ (રહે.૭૨૬- કે, શ્રધ્ધા સોસાયટી, શેરી નં.૫, નેહરૂનગર, ૮૦ ફુટ રોડ, રાજકોટ), પુનમ હીનાબેન કંજારીયા (રહે.૭૨૬- કે, શ્રધ્ધા સોસાયટી શેરી નં.૫, નેહરૂનગર, ૮૦ ફુટ રોડ, રાજકોટ), રાજપુત રાજદેવસિંગ મુરારીસીગ (રહે.વિસનગર રોડ, પ્લોટ નં.૩૭૦, નેશનલ હાઇવે-૮, વિસનગર રોડ, કઠવાડા, મહેસાણા), રેખા રાજદેવસિંગ રાજપુત (રહે.વિસનગર રોડ, પ્લોટ નં.૩૭૦, નેશનલ હાઇવે-૮, વિસનગર રોડ, કઠવાડા, મહેસાણા), ડોલી ભાવીક ઠકકર (રહે. વિશાદ રેસીડન્સી, દેવપરીયા બંગ્લોજ -૨, આનંદનગર રોડ, વેજલપુર, અમદાવાદ), ભાવીક નીતીનકુમાર ઠકકર (રહે. વિશાદ રેસીડન્સી, દેવપરીયા બંગ્લોજ -૨, આનંદનગર રોડ, વેજલપુર, અમદાવાદ), નરેન્દ્ર છગનદાસ અગ્રાવત (રહે. મોટા ખીજડીયા, બસ સ્ટેન્ડની બાજુમાં શેરી નં.૩, પડધરી), કાજલબેન નરેન્દ્રભાઇ અગ્રાવત રહે. મોટા ખીજડીયા, બસ સ્ટેન્ડની બાજુમાં શેરી નં.૩, પડધરી) નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application