લિવિંગ નોક્રેદમસ તરીકે ઓળખાતા બ્રાઝિલના એથોસ સાલોમે ૨૦૨૪ વિશે કેટલીક ચોંકાવનારી આગાહીઓ કરી છે. તેમનો દાવો છે કે આ વર્ષે આપણે માણસો એલિયન્સનો સંપર્ક કરી શકીશું, પરંતુ આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે રોબોટસ આપણા માટે ખતરો બની શકે છે કારણ કે તેઓ આત્મનિર્ભર બનશે.
ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોક્રેદમસ વિષે એવું કહેવાય છે કે તેમની સેંકડો વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી આજે પણ એકદમ સાચી સાબિત થાય છે. આ જ કારણ છે કે લોકો તેની આગાહીઓને અવગણવાતા નથી. આવા જ એક ભવિષ્યવેત્તા એથોસ સાલોમ છે, જેને જીવતં નોક્રેદમસ કહેવામાં આવે છે, કારણ કે તેમના દ્રારા કરવામાં આવેલી આગાહીઓ પણ ઘણી હદ સુધી સાચી સાબિત થાય છે. એથોસે આ નવા વર્ષ એટલે કે ૨૦૨૪ને લઈને કેટલીક ચોંકાવનારી આગાહીઓ પણ કરી છે.
બ્રાઝિલના રહેવાસી એથોસે અગાઉ કોવિડ–૧૯ રોગચાળા, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્રિતીયના મૃત્યુ અને વલ્ર્ડ કપ ફાઈનલના પરિણામ વિશે આગાહીઓ કરી હતી જે સાચી સાબિત થઈ છે અને હવે તેણે આગાહી કરી છે કે આ વર્ષ આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ હશે. એલિયન્સ અને રોબોટસની ભારે હાજરી ચિંતામાં વધારો કરાવશે. એથોસે ધ સન અખબારને કહ્યું હતું કે ૨૦૨૪ માં માનવી આખરે એલિયન્સ સાથે સંપર્ક સ્થાપિત કરી શકે છે, જેને તેણે ખરાબ સમય તરીકે વર્ણવ્યો હતો. જો કે, તે એમ પણ કહે છે કે એલિયન્સ તેમની સ્પેસશીપમાં આવીને આપણા પર હત્પમલો કરશે નહીં, પરંતુ માનવીઓ ટેલિસ્કોપના નેટવર્ક દ્રારા એન્ક્રિપ્ટેડ સિલો દ્રારા તેમનો સંપર્ક કરશે.
આ ઉપરાંત, તેણે એવી પણ આગાહી કરી છે કે સમૃદ્ધ ખનીજોથી ભરેલો એસ્ટરોઇડ આપણી તરફ આવી રહ્યો છે અને ૨૦૨૪ માં તે પૃથ્વી પર કોઈક સમયે સુરક્ષિત રીતે ઉતરશે. જો કે, એસ્ટરોઇડનું ઉતરાણ ચોક્કસપણે વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે એક નાનું યુદ્ધ શ કરશે કે તેના પર કોનો હક લાગશે અને તેના રહસ્યો કોણ પહેલા ઉકેલશે.
એથોસ એ પણ આગાહી કરે છે કે આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વ–જાગૃતિ મેળવશે, જેનો અર્થ છે કે તેને કાર્ય કરવા માટે હવે માનવ ઇનપુટની જર રહેશે નહીં. તેમનો દાવો છે કે રોબોટસ પછી તેમની પોતાની ભાષા બનાવશે, જેને માણસો પણ સમજી શકશે નહીં. આવી સ્થિતિમાં રોબોટસ મનુષ્ય માટે ખતરો બની જશે.
વિશ્વ યુદ્ધ ૩ થઈ શકે છે
એથોસે ચેતવણી આપી છે કે આ વર્ષે ત્રીજા વિશ્વયુદ્ધ પણ ફાટી શકે છે. જો કે, તે કહે છે કે તે કોઈપણ ચાલુ સંઘર્ષ દ્રારા ઉશ્કેરવામાં આવશે નહીં, જેમ કે રશિયાના યુક્રેન પર આક્રમણ, પરંતુ વિશ્વ યુદ્ધ ૩ અચાનક સાયબર હત્પમલા અથવા દક્ષિણ ચીન સમુદ્રમાં કોઈ ઘટના પછી શ થશે.
વૈશ્ર્વિક આફત આવશે
લિવિંગ નોક્રેદમસ એ પણ સમગ્ર વિશ્વમાં કુદરતી આફતોની શ્રેણીની આગાહી કરી છે. તેમણે લોકોને બેદરકાર ન રહેવાની ચેતવણી આપી, કારણ કે કુદરત પાસે આપણને બધાને ફસાવવાની રીત છે. તેઓ દાવો કરે છે કે આપણે જે આપત્તિઓનો સામનો કરીશું તેમાં મધ્ય પૂર્વ અને આફ્રિકામાં દુષ્કાળ, યુએસમાં આગ, મેકિસકોના અખાતમાં વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય તોફાનોનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech