૫૦%થી વધુ મથકોનું લાઈવ વેબ કાસ્ટિંગ

  • May 07, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે રાય સરકાર દ્રારા વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ  ચાલુ કરવામાં આવ્યો છે. રાયના ૫૦%થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામા આવી રહયુ છે. રાયના કુલ ૫૦,૭૮૮ મતદાન મથકો માથી ૨૫ હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું હાલ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહયુ છે.આ માટે ગાંધીનગર સેકટર ૧૯ પર આવેલા વિધા સમીક્ષા કેન્દ્ર પર ખાસ રાય કક્ષાનો કન્ટ્રોલ રૃમ શ કરવામા આવ્યો છે.આ કાસ્ટિંગ પણ નજર રાખવા સાત જેટલા અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતત્રં સંપૂર્ણ રીતે સ થઇ ગયું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.

રાયકક્ષાએ મોનિટરીંગ મ ઉપરાંત તમામ જિલ્લ ાઓમાં પણ જિલ્લ ા કક્ષાનો એક મોનિટરિંગ મ કાર્યરત કરવામા આવયા છે.જે તે જિલ્લ ાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ મમાં નિરીક્ષણ કરવામા આવી રહયુ છે.આ જિલ્લા અને રાયકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પચં દ્રારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે. ગુજરાત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્રારા વિધા સમીક્ષા કેન્દ્ર, સેકટર–૧૯, ગાંધીનગર ખાતે રાયકક્ષાનો મોનિટરિંગ મ કાર્યરત કરવામાં આવ્યો છે. યાં તમામ ૨૫ હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ મોનિટરિંગ મમાં આશરે ૯૦ જેટલા કર્મચારીઓઅધિકારીઓ તા. ૭ મે ના રોજ સવારે ૫.૩૦ વાગ્યાથી શ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાય કક્ષાના આ મોનિટરિંગ મમાંથી વેબકાસ્ટિંગ દ્રારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખવામા આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News