મતદાન કેન્દ્રમાં મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ, કહ્યું- 'EVM મારા બાપનું', કોંગ્રેસે કહ્યું 'ભાજપ નેતાનો પુત્ર'

  • May 08, 2024 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

7 મેના રોજ દેશમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતના મહિસાગર જિલ્લામાંથી કથિત બૂથ કેપ્ચરિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ આરોપ ભાજપના સ્થાનિક નેતાના પુત્ર પર લગાવવામાં આવ્યો છે.


ગુજરાતમાં વોટિંગ કરવા ગયેલા એક વ્યક્તિએ વોટિંગ દરમિયાન પોલિંગ બૂથની અંદરથી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો શરૂ કર્યો હતો. તે ત્યાંથી લગભગ સાડા ચાર મિનિટ લાઈવ રહ્યો. આટલું જ નહીં આ દરમિયાન વોટિંગ મશીનને હાથમાં લઈ ઉલટાવતો- પલટાવતો પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે આ વ્યક્તિ ભાજપના સ્થાનિક નેતાનો પુત્ર છે, જેની ઓળખ વિજય ભાભોર તરીકે થઈ છે. વિજય ભાભોર પર 'બૂથ કેપ્ચરિંગ'નો પણ આરોપ છે.


દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મે મંગળવારના રોજ થયું હતું. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર પણ મતદાન થયું હતું, કારણ કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. મતદાન દરમિયાન ગુજરાતના મહિસાગર જિલ્લામાંથી કથિત બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે. મહિસાગરના પોલીસ અધિક્ષક (SP) જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના પારથમપુરમાં એક મતદાન મથક પર બની હતી.


મળતી માહિતી પ્રમાણે વાયરલ થયેલા આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ (જે વિજય ભાભોર હોવાનું કહેવાય છે) તે વીડિયોમાં કહી રહ્યો છે, "બધા મશીન-વશીન મારા પિતાના છે...હું તેમને દબાવી રહ્યો છું, તમે કેમ ચિંતા કરો છો?...મેં તમારા બધાના દબાવી દીધા છે, તમે બધા જાઓ..."



LIve Video

https://www.instagram.com/reel/C6tWsZMAOa2/?utm_source=ig_web_copy_link


સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વિપક્ષે મતદાન મથકના લાઈવ વીડિયોની નકલ સાથે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. દાહોદના રિટર્નિંગ ઓફિસર નિર્ગુડે બબનરાવે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ મતદાન કરવા મતદાન મથક પર જઈને તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી રહ્યો હોવાની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતુ કે, "અમને આ ફરિયાદ સાથેનો વીડિયો મળ્યો છે અને તપાસ ચાલી રહી છે."


આ કેસમાં મહિસાગર જિલ્લા પોલીસે વિજય ભાભોર અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે. મહીસાગર એસપીએ જણાવ્યું હતું કે, "અમે બે લોકોની અટકાયત કરી છે. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. નકલી મતદાન અંગે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News