સપ્ત સંગીતિના મચં ઉપર સંગીતના દરેક સ્વપને ભરપુર પ્રોત્સાહન અને સરાહના મળી રહી છે. ત્યારે સાત દિવસના આ મહોત્સવના ચોથા દિવસે ચિરાગ કટ્ટી અને તેમના બેન્ડના કલાકારોના ધમાકેદાર પર્ફેાર્મન્સથી હેમુ ગઢવી ઓડિટોરીયમના ચિક્કાર ભરેલા બન્ને સાભાગૃહોમાં બિરાજમાન શ્રોતાઓ અને ખાસ કરીને યુવાઓનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ ચોથા દિવસના પેટ્રન ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી. પરિવાર, રાજકોટ પોલિસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તેમજ શુભેચ્છક બિંદાબેન અને પાર્થભાઈ શાહના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શુભ શઆત કરવામાં આવી હતી.
ચિરાગ કટ્ટી લાઇવ વલ્ર્ડ મ્યૂઝિક યુઝન બેન્ડ એ નવીન પ્રયોગો સાથે પ્રયોગાત્મક રીતે રજૂઆત માટે ખુબ પ્રખ્યાત છે. મચં ઉપરનો પડદો ખુલતાની સાથે જ શ્રોતાગણથી ભરચક ભરેલા સભાગૃહને જોઈ ચિરાગ કટ્ટી એ અત્યતં હર્ષની લાગણી વ્યકત કરી સર્વે ગુણી શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમના બેન્ડ દ્રારા પ્રથમ પ્રસ્તુતિ શિવ અર્ચના પ્રાર્થના અને પેશન રચનાથી કરી હતી. ત્યારબાદ લવ ઇન સમર કમ્પોઝિશનમાં તેમણે બોલીવૂડના અત્યતં લોકપ્રિય શાક્રીય રાગો પર આધારીત ગીતો લગજા ગલે, કુલ રહે ના રહે હમ, પહેલા નશા, મેં કભી બતલાતા નહીં, હર ઘડી બદલ રહી જેવા યાદગાર ગીતોના ટુકડાઓ પેશ કરી લોકોને આનંદિત કરી દીધા હતા. અન્ય રજુઆતમાં તેમના મ્યુઝિક આલ્બમની રચના પીલું મિકસ બ્લૂઝ કમપોઝિશન રજૂ કયુ હતું. જીવનના દરેક ક્ષેત્રે પ્રેરણા અને યોગદાન આપનાર તમામ વ્યકિતઓને ટ્રીબ્યુટ આપવા તેણે ઇન્સ્િપરેશન ધૂન રજૂ કરી હતી. ચિરાગ કટ્ટી એ સિતાર ઉપર શાક્રીય સંગીતની મૂળભુત રચનાઓ તેમના બેન્ડના પ્રતિભાશાળી કલાકારો સાથે પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ પોલિસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા શઆતથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યક્રમને અતં સુધી મન ભરીને માણ્યો હતો.
ત્યારબાદની પેશકશમાં કમિટમેન્ટ ફોર એવર અને ફંકી જોગ જેવા મૂળ સાથે જોડાયેલ ભારતીય સંસ્કૃતિના રાગોને નવા સ્વપે અને નવીન વેશ સાથે રજૂ કર્યા હતા. જેમાં તબલા અને ડ્રમની જુગલબંધીએ શ્રોતાઓને તાલીઓ પાડવા ઉત્સાહિત કરી દીધા હતા. ત્યારબાદ સિલ્વર લાઇનિંગ કમ્પોઝિશન તેમણે બનાવેલ ઇલેકટ્રીક સિતાર પર રજૂ કયુ હતું. શ્રોતાઓની ફરમાઈશ ઉપર જેરિડ રોડિ્રગ્સ એ સોલો સેકસોફોનની અદભુત રજુઆત કરી હતી. સંગીત સભાની પૂર્ણાહત્પતિ સંગીત પરંપરા મુજબ રાગ ભૈરવી આધારિત અને ચિરાગ કટ્ટીના પિતા શ્રી શશાંક કટ્ટીએ સ્વરબધ્ય કરેલી રચનાને પ્રસ્તુત કરી હતી, જેમાં જીવનના દરેક ભાવ રજૂ થતા હતા. આ ગ્રુપના અન્ય કલાકારોમાં કી–બોર્ડ આર્ટીસ્ટ શિવહરી રાનડે, ડ્રમ પ્લેયર હેમ પટેલ, બાઝ ગિટાર ઉપર સિધ્યેશ બોરકર, તબલા ઉપર આશિષ રઘવાની અને સેકસોફોન જેવા કઠિન વાઘ ઉપર જેરિડ રોડિ્રગ્સ એ અવિસ્મરણીય કલા પ્રસ્તુત કરી શ્રોતાઓને તરબતર કરી દીધા હતા.
સસંગીતિ સમારોહ પેટ્રનની દિલાવરીને કારણે શકય બને છે. ત્યારે આ કલાપર્વના ત્રીજા દિવસની કાર્યક્રમ આ દિવસના પેટ્રન, નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર અને રોલેકસ રિંગ્સ લી ના શ્રી મનેષભાઈ મદેકા અને પરિવારના સહયોગથી સંભવિત થયો હતો. પેટ્રન શ્રી મનેષભાઈ અને પરિવારના સભ્યોના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શઆત કરવામાં આવી હતી.
સસંગીતિ કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં મનિષ વ્યાસ ટુપના યુઝન સંગીતની મજા માણવા માણવા મળી હતી. મનીષ વ્યાસ એ તેમની પ્રથમ પ્રસ્તુતિમાં રાગ યમનમાં ત્રણ રચના રજૂ કરી હતી, જેમાં એક મેવાતી ધરાનાની બંદિશ રજૂ કરી હતી. બીજી પ્રસ્તુતિમાં મનીષ વ્યાસ અને તેમના વૃંદ એ ભકત મીરાંબાઈનો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો ભકિતભાવ રજૂ કરતી રાગ માલકાૈંસ અને જોગના મિશ્રણથી બનેલી મીરાં ' રચના તારાના પ્રકારમાં રજૂ કરી શ્રોતાઓને ભકિતભાવથી ભીજવી દીધા હતા. રાગ દેશમાં સ્વરબદ્ધ થયેલી ભારતમ રચના રજૂ કરી, આ રચનામાં તેમણે ભારત શબ્દનો અર્થ સમાવી લીધો હતો. ત્યારબાદ ' ઇશ્ક' સુફી રચના રજુ કરી. જેના બોલ 'ઇશ્ક ઇબાદત રબ કી યારો' પેશ કરી ઈશ્વર અને ભકત વચ્ચેના પ્રેમનો સાક્ષાત્કાર કર્યેા હતો. તેમણે તેમની છેલ્લ ી પ્રસ્તુતિમાં 'શિવ શકિત' નામની રચના કે જે શિવજીથી ખૂબ નજીક એવા રાગ માલકાૈંસ પર આધારિત હતી, જે મહાદેવજીને અર્પણ કરી હતી. તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર ફ્રી હિરેન દવે. બાઝ ગિટાર પર કરી હિરેન પીઠડીયા, લૂટ પર શ્રી મેહત્પલ ધંધુકિયા, તબલા પર શ્રી હાર્દિક કાનાણી, ઢોલક પર શ્રી રાજેશ લિબાચિયા, પરકશન પર શ્રી કેયુર બુધદેવ, વોકલ પર શ્રી ઋષિકેશ પંડયા, પ્રિયંકા શુકલ અને હિના સુતરીયા એ સાથ આપી કલારસિકોની પ્રસંશા મેળવી હતી.
સભાના બીજા ચરણમાં મહિયર ઘરનાના સુપ્રસિદ્ધ સરોદ વાદક ૫ તેજેન્દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન માણવા મળ્યું હતું તેમણે સરોદ વાદનમાં દ્રત્પપદ અગં તંત્રકારી તેમજ ગાયકી અંગની શૈલીઓને બખૂબી રીતે સંયોજિત કરી પેશ કરી હતી. પંડિત તેજેન્દ્ર નારાયણજીએ કહ્યું કે મેં સસંગીતિ સમારોહ વિશે ઘણું સાંભળ્યું છે પણ આજે રાજકોટની કલાની કદરદાન જનતાને જોઈ સસંગીત વિશે સાંભળેલી પ્રશંસાની યોગ્યતા સાબિત થઈ.
અત્રે એ ઉલ્લ ેખનીય છે કે સસંગિતીના પાયાના ઉદ્દેશો પૈકીના એક આશય– યુવાઓમાં આપણી સંસ્કૃતિના વારસા સમાન શાક્રીય સંગીત સાથે યુવાઓને જોડવા માટે કલાકારો સાથે સીધા સંવાદ અને માર્ગદર્શનની તક પુરી પાડવામાં આવે છે. તબલાગુ ૫ સંજુ સહાયજીએ રાજકોટ ખાતે તા. ૦૫ જાન્યુઆરીના સવારે રાજકોટની યુવા પ્રતિભાઓ સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પુ પાડયું હતું. રાજકોટના અંદાજે ૪૦ વિધાર્થીઓ આ સંવાદ સેશનમાં જોડાયા હતા. પંડીતજીએ ઉપસ્થિત વિધાર્થીઓને વિવિધ તાલ અને તબલા વાદનમાં આગળ વધવા અને કારકીર્દિ બનાવવા અંગે પણ માર્ગદર્શન પુ પાડયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech