ભાયાવદર પાસેના કેરાળા ગામે રહેણાંક મકાનમાં દારૂના મોટા જથ્થાનું કટીંગ થાય તે પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીં મકાનમાંથી 3700 બોટલ દારૂ અને 2230 બીયરના ટીન સહિત રૂ.14.35 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દરોડા દરમિયાન પીકઅપ વાહન અને બાઇક સહિત કુલ રૂ.17.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં અહીં દારૂનો જથ્થો રાખનાર તરીકે રાજકોટના આજીડેમ ચોકડી પાસે રહેતા શખસ સહિત બે શખસોના નામ ખુલ્યા હતા જેથી પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા જિલ્લામા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા અને દારૂ-જુગારની બદી સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.શકિતસિંહ જાડેજા,અરવિંદસિંહ જાડેજા અને કૌશિકભાઇ જોષીને મળેલી બાતમીના આધારે ભાયાવદર પાસેના જુના કેરાળા ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂ.12,12,300 ની કિંમતનો 3700 બોટલ દારૂ અને રૂ. 2.23 લાખના 2230 બીયરના ટીન સહિત કુલ રૂ.14,35,300 ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દરોડા દરમિયાન અહીંથી પીકઅપ વાહન નં.જીજે 12 બીટી 3883 અને બાઇક નં.જીજે 03 એલપી 3962 બે મોબાઇલ ફોન અને રાઉટર સહિત કુલ રૂ.17,87,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં અહીં મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરનારમાં રાજકોટના આજીડેમ ચોકડી પાસે રહેતા હાર્દિક અશોકભાઇ જોગરાજીયા અને રાજકોટના જ ધવલ રસીકભાઇ સાવલીયાનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી આ બંને શખસો અને દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય કોઇ શખસ હોય તો તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં એલસીબી ટીમમાં એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનિલભાઇ બડદોકીયા, હેડ કોન્સ.દિવ્યેશભાઇ સુવા,નીલેશભાઇ ડાંગર,રાજુભાઇ સાંબડા,હરેશભાઇ પરમાર અને અબ્દુલભાઇ શેખ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech