શહેરની ભાગોળે રાજકોટ– અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસે એલસીબી ઝોન–૧ ની ટીમે દા ભરેલા બે ટ્રક અને તેનું પાઇલોટિંગ કરી રહેલી કાર ઝડપી લીધી હતી. બંને ટ્રકમાં તાડપત્રીમાં બટેટા અને ચોખાની બોરીની આડમાં દાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે બંને ટ્રકમાંથી મળી કુલ પિયા ૩૫.૪૨ લાખની કિંમતનો ૫૭૮૪ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો બે ટ્રક અને કાર સહિત કુલ પિયા ૬૫.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ટ્રક ચાલક તથા દા ભરેલા આ ટ્રકનું પાયલોટિંગ કરનાર ભાણવડ પંથકના કુખ્યાત બુટલેગર ઘેલુ કોડીયાતર સહિત ચાર શખસોને ઝડપી લીધા હતા. દાનો આ જથ્થો રાજસ્થાનથી ભરી પોરબંદર અને દેવભૂમિ દ્રારકા તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ઝોન–૧ સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન–૧ ના પી.એસ.આઇ બી.વી.ચુડાસમાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા, રવિ રાજભાઈ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે પર દા ભરેલા બે ટ્રક અને તેની આગળ એક કાર દા ભરેલા આ વાહનોનું પાયલોટિંગ કરી રહી છે.
આ બાતમીના આધારે પોલીસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને અહીં દૂરથી આ શંકાસ્પદ કાર અને ટ્રક નજરે પડતા રોડ કોર્ડન કરી દીધો હતો. બાદમાં પોલીસે આ ત્રણેય વાહન અટકાવ્યા હતા જેમાં ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૯૮૨૧ માં તપાસ કરતા તેમાં તાડપત્રી બાંધેલી હોય જે હટાવીને જોતા બટેટાની બોરીની આડમાં પિયા ૧૫.૧૨ લાખની કિંમતનો ૨૫૬૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. યારે અન્ય ટ્રક જીજે ૧૦ બી.વી ૫૭૯૨ માં તપાસ કરતા આ ટ્રકમાં ચોખાની બોરીની આડમાંથી પિયા ૨૦.૨૯ લાખની કિંમતનું . ૩૨૧૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.
બંને ટ્રકના ચાલક દાસા સુખાભાઈ કોડીયાતર (રહે બાવળવાવ તા. પોરબંદર) તથા ભીખુ પસંગભાઇ સોલંકી (રહે. રાણપર તા. ભાણવડ) ઉપરાંત દાના જથ્થાનું પાઇલોટીંગ કરનાર કીયા કાર નંબર જીજે ૨૫ બીએ ૦૦૧૦ માં દાના આ જથ્થાનું પાયલોટિંગ કરનાર મુખ્ય બુટલેગર ઘેલું જગાભાઈ કોડીયાતર (રહે રાણપર તા. ભાણવડ) અને તેની સાથે રહેલા સુરા ભાયાભાઈ મોરી (રહે નાગકા તા. પોરબંદર) સહિત ચારેયની ઝડપી લીધા હતા.
પોલીસે દરોડા દરમિયાન કુલ પિયા ૩૫,૪૨,૪૯૬ ની કિંમતનો ૫૭૮૪ બોટલ દાનો જથ્થો ત્રણ વાહન મોબાઈલ સહિત કુલ પિયા ૬૫,૬૭,૪૯૬ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાનથી દાનો આ જથ્થો બે ટ્રકમાં ભરી પોરબંદર અને ભાણવડ પંથક તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાથી માલુમ પડું છે આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતા.૧૦–મેથી સિંહોની થશે વસ્તી ગણતરી સાવજની સંખ્યા ૯૦૦ને પાર થવાની શકયતા
April 09, 2025 10:53 AMઆ વર્ષે પણ ચોમાસું સામાન્ય રહેશે: સ્કાયમેટ દ્રારા આગાહી
April 09, 2025 10:47 AMશેરીમાં કૂતરું છૂટુ ન મુકવાનું સમજાવવા જતા કૌટુંબિક ભાઈઓનો આધેડ પર હુમલો
April 09, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech