યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે અલગ અલગ બે દરોડામાં દારૂ ઝડપી લીધો હતોઉ પોલીસે દારૂ ના આ જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. યારે એકની શોધખોળ શ કરી છે. દારૂ રૂનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૯.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે ભગતસિંહ ગાર્ડન પાસે કટીંગ સમયે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા. યારે યાગરાજનગર પાસે આવાવ સ્થળેથી રેઢો દારૂ મળી આવ્યો હતો.
દારૂ ના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પી.એસ.આઇ વી.જી.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભગતસિંહ ગાર્ડન પાસે આવાવ જગ્યાએ કારમાંથી દારૂ ના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હતું તે જ સમયે દરોડો પાડો હતો. પોલીસે અહીં કારમાંથી પિયા ૮૪ હજારની કિંમતનો ૧૬૮ બોટલ દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો. દારૂ ના આ જથ્થા સાથે પોલીસે અંકિત ઉર્ફે જોગી રાજેશભાઈ જોગી (રહે. ભગવતીપરા, વિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૪ રાજલમી સોસાયટી) અને ધમાગ ઉર્ફે પ્રિન્સ પરેશભાઈ સોલંકી (રહે. ભગવતીપરા, વિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૩) ને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ નો આ જથ્થો સફેદ કલરની નેક્ષા કાર અને મોબાઈલ સહિત કુલ પિયા ૭.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સુરેન્દ્રનગરના વસીમ પાસેથી દારૂ નો આ જથ્થો લાવ્યા હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે વસીમ નામના આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂ ના અન્ય દરોડામાં હેડ કોન્સ્ટેબલ વીરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા અને મહિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે યાગરાજનગર પ્રજાપતિ ચોક પાસે અવાવ જગ્યાએ છુપાવેલો ૨૮૮ બોટલ દારૂ કિંમત .૧,૮૯,૧૯૨ નો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. દારૂ નો આ જથ્થો અહીં મનહરપુર–૧ માં રહેતા વિનય ઉર્ફે ભૂરો રાજેશભાઈ ઉકેડીયાએ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વિનય ઉર્ફે ભૂરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
શરાફી મંડીળીનો સંચાલક બે બોટલ સાથે ઝડપાયો
એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે એસ્ટ્રોન ચોક પાસે યુવરાજસિંહ ભાવુસિંહ ચૌહાણ (ઉ.વ 29 રહે. શિવ શક્તિ સોસાયટી બ્લોક નંબર 15, ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે) નામના શખસને દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો. યુવરાજસિંહ શરાફી મંડળી ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય દરોડામાં એસ્ટ્રોન ચોક પાસેથી જ પુજારા મોબાઈલ નજીકથી વિનોદ પરસોત્તમભાઈ સવલાણી (ઉ.વ 45 રહે) જુનાગઢ) અને સુનિલ પરસોત્તમભાઈ સવલાણી(ઉ.વ 45 રહે. રેલનગર)ને દારૂની બે બોટલ સાથે ઝડપી લીધા હતા. જે બંને વેપારી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે પેડક રોડ સેટેલાઈટ ચોક પાસેથી ઇમિટેશનના ધંધાર્થી જયેશ ગોપાલભાઈ લુણાગરિયા (ઉ.વ 42) ને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech