ધોરાજી નજીક હાઇવે પર રાત્રે રેઢી પડેલી બોલેરોમાંથી ૧૦.૫૮ લાખનો દારૂ ઝડપાયો

  • December 04, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે રાત્રીના જામકંડોરણા ચોકડી તરફ શોલે હોટલની સામે હાઇવે પરથી એક શંકાસ્પદ બોલેરો રેઢી મળી હતી.પોલીસે આ બોલેરોમાંથી તાળપત્રી હટાવી જોતા તેમાંથી .૧૦.૫૮ લાખની કિંમતનો ૧૭૫૨ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાનો જથ્થો અને બોલેરો સહિત .૧૩.૦૮ લાખનો મુદામાલ કબજે કરી અહીં દા ભરેલી બોલેરો રેઢી મૂકી નાસી જનાર અજાણ્યા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુબજ,ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. વિજયસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ પઢીયાર,જગદીશભાઇ સુવાણ, અરવિંદભાઇ સાંકળીયા,મનીષભાઇ વ સહિતનો સ્ટાફ નાઇટ પટ્રોલીંગમાં હતો દરમિયાન રાજકોટ ધોરાજી હાઇવે પર ભુખી ચોકડી પાસે જામકંડોરણા ચોકડી તરફ શોલે હોટલની સામે નેશનલ હાઇવે પર જેતપુર તરફ જવાના રસ્તે એક મહિન્દ્રા બોલોરે પીકઅપ સફેદ કલરની નં.જીજે ૩ બીવી ૪૭૩૭ કાળા કલરની તાડપત્રી બાંધેલી શંકાસ્પદ હાલતમાં પડી હોય જેથી શંકા જતા પોલીસે સ્ટાફે આ ગાડી પાસે જતા વાહનનો ચાલક કે આસપાસ કોઇ જોવા મળ્યુ ન હતું. બાદમાં પોલીસે આ મહિન્દ્ર બોલોરે પીકઅપ વાહનની તલાશી માટે તાળપત્રી ઉઠાવીને જોતા અંદરથી ઈંગ્લીશ દાની અલગ અલગ બ્રાન્ડની ૧૪૬ પેટી ૧૭૫૨ બોટલ દા મળ્યો હતો.પોલીસે . ૧૦,૫૮,૩૨૮ ની કિંમતનો દાનો આ જથ્થો અને બોલેરો સહિત કુલ .૧૩,૦૮,૩૨૮ નો મુદામાલ કબજે કરી દાના જથ્થા સાથે અહીં બોલેરો વાહન રેઢુ મૂકી નાસી જનાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application