દિવાળીના તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગર સક્રિય થયા છે. ત્યારે બુટલેગરોના મનસુબાને નિષ્ફળ બનાવવા પોલીસે પણ ચેકિંગ સઘન બનાવ્યું છે. દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ બે દરોડામાં દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. તો માલવિયાનગર પોલીસે રેઢી પડેલી રિક્ષામાંથી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ. આર. ગોંડલીયા, એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ. અનીલભાઈ સોનારા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે અમદાવાદ -રાજકોટ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામે બ્રીજ પાસેથી સફેદ રંગની ક્રેટા કારમાથી અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દાનો જથ્થો બોટલ નંગ-156 કિ. ા. 88,608 તથા ચપલા નંગ-864 કિ. ા.1, 08,000 મળી કુલ કિ.ા. 1,96,608નો વિદેશી દારૂ તથા મોબાઈલ નંગ-02 તથા નંબરપ્લેટ નંગ-02 તથા કાર રૂ.7,00,000ની મળી કુલ રૂ. 9,06,608નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી લીધા છે. જેના નામ ઓમપ્રકાશ ક્રિષ્નારામ બીશ્નોઈ (ઉ.વ.31 ધંધો ડ્રાઈવીંગ રહે. ગામ-બાછલા પોસ્ટ-ભૈડી તા. સેડવા જી. બાડમેર) તથા મોહનલાલ ભાખરારામ બીશ્નોઈ (ધંધો ડ્રાઈવીંગ રહે-ગામ-કુંડકી પોસ્ટ-વીરાવા તા-ચીતલવાના જી. સાંચોર રાજસ્થાન) છે.
ઝડપાયેલા બંને શખસોની પુછતાછ કરતા રાજસ્થાનથી શ્રવણ નામના શખસે આ દારૂ રાજકોટ પહોંચાડવા મોકલ્યાનું રટણ કર્યુ હતું. શ્રવણ ઝડપાયા બાદ રાજકોટમાં કોને આ દારૂ આપવાનો હતો તે ખુલશે.આરોપી પાસેથી અલગ-અલગ નંબર પ્લેટ મળી હોઇ તે અંગે પુછતાં બંનેએ કહ્યું હતું કે જે શહેરમાં પહોંચે તેની નંબર પ્લેટ લગાવી દેતાં હતાં.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ વી.ડી. ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જળુ, કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગર અને વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર અણીયારા ગામથી ત્રંબા ગામ જવાના રોડ પર એક શંકાસ્પદ કારને અટકાવી આ કારની તલાસી લેતા તેમાંથી 120 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂના આ જથ્થા સાથે રવીરાજ ઉર્ફે અમિત ગુણભાઈ કુકડીયા (ઉ.વ 24 રહે. સાયલા તા. સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 5.91 લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી રવિરાજ સામે અગાઉ રાજકોટના ડીસીબી, જસદણ અને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
માલવયાવિયાનગર પોલીસ મથકના સ્ટાફે આંબેડકર નગર શેરી નંબર 5 સરકારી પ્રાથમિક શાળા પાસે રેઢી પડેલી રિક્ષામાંથી રૂપિયા 29,000 નો 58 બોટલ દારૂ જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસે દારૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂપિયા 1.79 લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં રિક્ષા રેઢી મૂકી નાસી ગયેલા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસે અન્ય દરોડામાં લક્ષ્મીનગર પાસે ગૌતમ નગર શેરી નંબર 4 ના ખૂણા પાસેથી દિપક દિનેશભાઈ બહુકિયા (ઉ.વ 26) નામના શખસને ા. 2400 ની કિંમતના 24 બિયરના ટીન સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech