અમરેલીના મોટા માંડવડા ગામે મકાનમાં છૂપાવેલો દારૂ ઝડપાયો

  • December 24, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફસ્ટમાં દારૂની રેલમછેલ બોલાવવા માટે બુટેલગરો સક્રિય બન્યા છે. તેની સામે પોલીસ પણ એકશનમાં આવી છે. અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામે મકાનમાં સંતાડેલા ઈંગ્લીશ દાના જથ્થા સાથે મકાન માલિક શખ્સને એલસીબીએ ઝડપી લઇ દા સહિતનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દામાં બગસરાના કાગદડીના શખ્સનું નામ ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં દાની બદી દૂર કરવા અને આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાના પગલે અમરેલી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા માંડવડા ગામે રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દા રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી મકાનની ઓરડીમાંથી છુપાવેલી ઈંગ્લીશ દાની બોટલ નગં ૧૫૧ કી..૧૦૩૫૦નો કબ્જે કરી મકાન માલીક રવિરાજસિંહ પ્રતાપસિંહ વાળા (ઉ.વ.૨૪)ને ઝડપી લઇ દા અંગે આકરી પુછપરછ કરવામાં આવતા આ દા બગસરાના કાગદડી ગામે રહેતા જો ધાધલ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસ બંને સામે ગુનો નોંધી જો ધાધલની શોધખોળ હાથધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application