વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફની બેરકમાં રાજકોટના અધિકારીઓના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અહીં એસઆઇની બેરકમાંથી દારૂની બે બોટલ અને બે ખાલી બોટલ મળી આવી હતી. જેથી આ મામલે વાંકાનેર આરપીએફના પીઆઇની ફરિયાદ પરથી એસઆઇ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર હેડ ક્વાર્ટરમાં આરપીએફના પીઆઇ અનિલકુમાર હુકમચંદ બુંદેલા દ્વારા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકાનેર રેલવે સ્ટેશનમાં આરપીએફ બેરેકના રૂમમાં રહેતા એએસઆઈ ચેતન શંકરભાઈ રાઠોડ(ઉ.વ 42) નું નામ આપવામાં આવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવરાત્રીના તહેવારોને લઈ સ્ટાફ ફરજ પર હાજર છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવા માટે ગત તારીખ 9/10/2024 ના વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે રાજકોટથી આરપીએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેરકનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એએસઆઈ ચેતન રાઠોડ કે જે બેરકના રૂમમાં એકલા જ રહેતા હોય તેમના રૂમના કબાટમાંથી દારૂની બે બોટલો તથા એક ખાલી બોટલ અને એક અડધી બોટલ મળી આવી હતી. જેથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરાયા બાદ પીઆઇ દ્વારા એએસઆઇ સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech