રાજકોટની સદર બજારમાં રાત્રીના ટીસીમાં વીજફોલ્ટ રીપેરીંગ કરતી વખતે અચાનક વીજ પ્રવાહ શ થઇ જતા લાઇનમેનને વીજશોક લાગતા ગંભીર હાલતમાં પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મોત થયું હતું. આ બનાવમાં પ્રથમ દ્રષ્ટ્રિએ આર.વલ્ર્ડમાં જનરેટર ચાલુ કરતા તેમાથી બેક પાવરના લીધે કરટં લાગ્યો હોવાનું જણાયું હતું.જે અંગે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવશે.બીજી તરફ હાલ પીજીવીસએલ દ્રારા આર.વલ્ર્ડનુ વિજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે.
રાજકોટમાં પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે નોકરી કરતા નરેન્દ્રભાઈ ગોવિંદભાઇ જાદવ (ઉ.વ.૪૧) નામના યુવક રાત્રીના ફરજ પર હતા ત્યારે સદર બજારમાં વિજ ફોલ્ટ આવતા ટીમ સાથે સદર બજારમાં ભારત ફ્રટની સામે આવેલા ટીસીમાં ફોલ્ટ રીપેરીંગ માટે ગયા હતા. દરમિયાન વીજપુરવઠો બધં કરવાની જાણ કન્ટ્રોલ મમાં જાણ કરતા પુરવઠો બધં કરવામાં આવ્યો હતો. અને ટીસી ઉપર રીપેરીંગ કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વિજ પુરવઠો શ થતાં નરેન્દ્રભાઈને વિજકરટં લાગતા વિજ તાર સાથે ચોંટી ગયાં હતાં.
તાકીદે સાથી કર્મીઓએ વીજ પુરવઠો બધં કરાવી નરેન્દ્રભાઈને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર અર્થે પ્રથમ ગિરિરાજ હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
આ ઘટનાનને લઇ પીજીવીસીએલની ટીમે ખરેખર કરટં આવ્યો કયાંથી તે અંગે તપાસ કરવા આસપાસના ડીજીસેટ (જનરેટર) અને તપાસ કરી હતી.જેમાં દુર્ઘટના બની તેના થોડે જ અંતરે આવેલા આર વલ્ર્ડ સિનેમાના જનરેટરમાંથી બેક કરટં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રિએ સામે આવ્યું હતું.આ અંગે પીજીવીસીએલ રાજકોટના ડિવિઝન–૨ ના કાર્યપાલક ઇજનેર બી.એમ.પટેલે જણાવ્યું હતું કે,પ્રાથમિક દ્રષ્ટ્રિએ આર.વલ્ર્ડમાંથી પાવર બેક થયો હોવાનું જણાઇ રહ્યું છે.જે અંગે પુરાવા એકત્ર કરાઇ રહ્યા છે.બાદમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવશે.હાલ પીજીવીસીએલની ટીમ દ્રારા આર.વલ્ર્ડનું વિજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech