કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે સી પ્લેનને લઈને ખાસ પ્લાનિંગ કયુ છે. આ સાથે માલદીવ જેવા દેશમાં સી પ્લેન ઉડતા જોવા મળશે. આ માટે સરકારે લાઇસન્સ અને અન્ય પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યેા છે. જેથી તેનો બને તેટલો પ્રચાર કરી શકાય. માલદીવની જેમ દેશમાં પણ સી પ્લેન સેવાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે સરળ માર્ગદર્શિકા બનાવી છે. આમાં, નોન–શિડુલ્ડ ઓપરેટરો પણ આ સેવા શ કરી શકશે. નવી માર્ગદર્શિકામાં, સી પ્લેન સેવા શ કરવા માટે જરી લાયસન્સ અને એનઓસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ ઉડાન સેવા હેઠળ સી પ્લેન સેવાને પ્રોત્સાહન આપવાનો છે.
માલદીવમાં ૧૦૮ સી પ્લેનની સેવા
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે માલદીવમાં ૧૦૮ સી પ્લેન સેવા આપી રહ્યા છે. ભારતમાં તેનો ઘણો સ્કોપ છે. આપણા દેશમાં હજારો કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે. યાં મોટા પાયે સી પ્લેન સેવા શ કરી શકાશે. તેમણે કહ્યું કે સરકાર પણ ઈચ્છે છે કે દેશમાં જ સી–પ્લેન બને અને તેમની જાળવણી માટે અહીં એમઆરઓ પણ ખોલવામાં આવે.
પીએમ મોદીએ ૨૦૨૦માં સી પ્લેનની શરૂઆત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓકટોબર ૨૦૨૦ના રોજ દેશમાં સી પ્લેન સેવા શરૂ કરી હતી. તે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હતું. તેની શઆત આંદામાન અને નિકોબારમાં પણ થઈ હતી. પરંતુ તે લાંબો સમય ટકી શકી નહી. આ પછી ફરી એકવારત્રણ વર્ષમાં ૧૦૦ થી વધુ ટ પર સેવાઓ પ્રદાન કરવાનું શ કરશે. આ સાથે, સરકાર આંદામાન અને નિકોબાર, લક્ષદ્રીપ, ગોવા, આસામ, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ૧૮ સ્થળોએ પાણીના વિસ્તારોમાં એરફિલ્ડ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે
આ રાજયોએ સી–પ્લેનમાં રસ દાખવ્યો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર્ર સહિત કેટલાક રાયોએ સી પ્લેન સેવા શ કરવામાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે સી પ્લેનની ડેમો લાઇટ ૧ ઓકટોબરથી વિજયવાડાથી શ થશે. આ માટે ડીજીસીએએ સરળ માર્ગદર્શિકા બનાવી છે. પાણીના ડ્રમ લાયસન્સની જર રહેશે નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે સીપીએલ ધારકો હવે ચોક્કસ જરિયાતોને આધીન સી–પ્લેન રેટિંગ સીધું મેળવી શકશે. જે તેમને સી–પ્લેન ઉડાડવાની મંજૂરી આપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech