દેશની ટોચની ઇન્ડિગો એરલાઈન્સની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલી રહેલા એરકોચમાં જીવને તાળવે ચોંટાડી પેસેન્જર આવાગમન કરે છે. જેમાં ખુલ્લી બસમાં મુસાફરોને ફલાઇટ અને ટર્મિનલ સુધી લઈ જવામાં આવે છે. આવો જ કિસ્સો ગઈકાલે ફરી એક વખત ઇન્ડિગોના પેસેન્જર સાથે બન્યો હતો. જેનો એક વીડિયો વાયરલ થયો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ એરબસમાં રાયના પૂર્વ મંત્રી અને સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હતા તેમ છતાં તેઓ આ બાબતે ચૂપ રહ્યા હતા. લોક પ્રતિનિધિ તરીકે પ્રજાની સુવિધા તેમના માટે પ્રાધાન્ય હોય તેમ છતાં તેમનું મૌન હતું.
ઇન્ડિગોની ફલાઇટમાં મુસાફરી કરીને આવી રહેલા પેસેન્જરોએ પોતાની આપવીતી અંગે જણાવતા કહ્યું હતું કે, ઇન્ડિગોની ખુલ્લી એરબસ હતી અને એમાં જાણે કે પેસેન્જર નહીં પણ ઘેટાં બકરાને ઠાંસી ઠાંસીને લઈ જવાતા હોય એવું અમારી સાથે ઉદ્ધતાઇભયુ વર્તન કરવામાં આવ્યું હતું. એર ક્રાફટ જે સ્થળે પાર્ક થાય છે તે એપ્રનથી ટર્મિનલ સુધી અમે આવ્યા પણ જીવના જોખમે... કારણકે, અમને જે બસમાં લાવવામાં આવ્યા તે બસમાં દરવાજા હતા નહીં અને બેસવાની પણ સગવડતા આપવામાં આવી ન હતી. જાણે કે અમે મફતમાં સવારી કરતા હોય તેમ છકડામાં જે રીતે પેસેન્જરને બેસાડે છે તેવી ખરાબ રીતે અમને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યા. છેલ્લા એક સાહથી પેસેન્જર માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ આગામી દિવસોમાં પણ આ જ પરિસ્થિતિ રહેશે તો શું ? એરલાઈન્સની આ બેદરકારીથી ઓથોરિટી અજાણ છે કે જાણી જોઈને છાવરી રહી છે.? તેવા સવાલો ઉઠા છે.
આ અંગે ઇન્ડિગોના સ્ટેશન હેડ લિયોડ પિન્ટોને પૂછતા કહ્યું કે, અમારી પાસે ચાર એર બસ છે પણ અમારી કમનસીબી છે કે બે બસ ખરાબ છે અને એક બસ અન્ય કારણોસર બધં હોવાથી અત્યારે આ એક બસમાં જ મુસાફરોનું આવાગમન કરાય છે. જો બસના બે રાઉન્ડ કરવામાં આવે તો એક કલાકનો સમય બગડે, આ બાબતે હેડ કવાર્ટરમાં બે નવા કોચ માટે રજૂઆત કરી છે. ટુંક સમયમાં નવા કોચ આવી જશે.
બે દિવસમાં નવી એરબસ મળી જશે: લિયોડ પિન્ટો (ઇન્ડિગો સ્ટેશન હેડ)
ઇન્ટરનેશનલ એરપોર્ટ હજુ શરૂ પણ નથી થયું ત્યારે ડોમેસ્ટિક ફલાઇટના પેસેન્જર્સને ફલાઇટ કે ટર્મિનલ સુધી પહોંચવા તૂટેલી ફુટેલી એરબસ ફાળવવામાં આવી છે. આ બાબતે ઇન્ડિગો એરલાઇન્સના સ્ટેશન હેડ પિન્ટોએ જણાવ્યું હતું કે, એક બે દિવસમાં નવા કોચ કંપની દ્રારા ફાળવવામાં આવ્યા છે તે રાજકોટ આવી જશે. કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે અમે આ દરવાજા વિનાની બસમાં લોડર રાખ્યા છે. જો આ એક બસમાં હકડેઠઠ મુસાફરો ન ભરીએ તો વધુ એક કલાકનો સમય વેડફાય જાય. છેલ્લા એક સાહથી ઇન્ડિગોના પેસેન્જર આ કઠણાઇ ભોગવી રહ્યા છે અને હજુ આગામી ૪થી ૫ દિવસ હજુ આ જ પરિસ્થિતિ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech