વિવિધ સ્પર્ધાના આયોજનો: વિજેતાઓને કરાશે પુરસ્કૃત
પુસ્તકાલય પ્રત્યે લોકોમાં જાગૃતતા વધારવા માટે વર્ષ 1968 થી સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ 14 થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આના અનુસંધાને ખંભાળિયામાં જુની મામલતદાર કચેરી પરિસરમાં (કલ્યાણરાયજી મંદિર પાસે) આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે પણ તારીખ 14 થી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં વેશભૂષા સ્પર્ધા, ચિત્રકલા, રંગોળી અને ઇન્ડોર ગેમ્સ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ રોકડ ઈનામ વડે પુરસ્કૃત કરવામાં આવશે . આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તારીખ 13 નવેમ્બર સુધીમાં પુસ્તકાલય ખાતે નિશુલ્ક નોંધણી કરાવવાની રહેશે. આ અંગેની વધુ માહિતી માટે સરકારી જિલ્લા ગ્રંથાલય ખંભાળિયાની રૂબરૂ મુલાકાત લેવા અથવા મોબાઈલ નંબર 84601 11087 ઉપર સંપર્ક સાધવા મદદનીશ ગ્રંથપાલની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech