લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આજીવન કેદ, 7 લાખનો દંડ

  • February 12, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિક્ષકના નામે કલંક એવા લંપટ ધવલ ત્રિવેદીને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.7 લાખનો દંડ ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસના ચુકાદામાં ધવલ ત્રિવેદી જીવે ત્યાં સુધી જેલવાસ ભોગવવો પડશે.
પ્રાપ્ત વિગત મુજબ સ્કૂલ-ક્લાસીસમાં શિક્ષક તરીકે નોકરી દરમિયાન અનેક વિદ્યાર્થીનીઓ-યુવતીઓને ફસાવનાર મૂળ વડોદરાના વતની અને રાજકોટમાં સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી જેલમાંથી પેરોલ મેળવી ચોટીલામાં ટ્યુશન ક્લાસીસ ખોલીને ત્યાં આવતી ચોટીલાની સગીરાનું અપહરણ કરી નાસતો ફરતો હતો. ધવલ ત્રિવેદીને પકડવામાં પોલીસ નિષ્ફ્ળ રહેતા આ કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી હતી અને સીબીઆઈએ ધવલ ત્રિવેદીને વર્ષ-2020માં ઝડપી પાડ્યો હતો. અને સીબીઆઈની પુછપરછ કરી હતી જેમાં કેટલીક બાબતો સામે આવી હતી. ધવલ ત્રિવેદી વિરુદ્ધનો કેસ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સીબીઆઈના ખાસ એડવોકેટ વરુણ ત્રિવેદીએ 27 સાક્ષીઓ અને 69 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી સામે કેસ પુરવાર કરી જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટમાં દુષ્કર્મ કેસમાં ધવલ ત્રિવેદીને સજા પડી હતી અને પેરોલ પર છૂટી ફરીથી ચોટીલાની યુવતીને ફસાવીને દુષ્કર્મ આચરી સગભર્િ બનાવી દીધી હોવાનું પુરવાર થયું છે. આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા આરોપી જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવી જોઈએ તેવી દલીલોને ધ્યાનમાં રાખી સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજ ડી.એસ.રાણાએ જીવે ત્યાં સુધી આજીવન કેદનો સજાનો હુકમ કરતા ધવલ ત્રિવેદીને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application