લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ – જામનગર અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ – જામનગર તથા શ્રી લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ -જામનગરના સંયુક્ત ઉપક્રમે ૨૪મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન – જામનગર ખાતે યોજાયો હતો.
જામનગરમાં તાજેતરમાં જ તારીખ. ૦૩/૦૫/૨૦૨૪ ને શુક્રવારના રોજ યોજવામાં આવેલા આ સમૂહ લગ્નોત્સવ પૂર્વે તા.૦૨-૦૫-૨૦૨૪ ના ગુરૂવારે સાંજે દીપ યજ્ઞ નું આયોજન અવસરના આંગણે જ થયું, અને બહોળી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો. જ્યાં લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધીથી કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમની શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ રજુ કરેલ ગણેશ વંદનાથી થઇ. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ રજુ કરવામાં આવી. પધારેલા મહેમાનો અને સમાજ શ્રેષ્ઠીઓનું ખેસપહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ. પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નોનું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન માં જોડાયેલા નવદંપતિઓમા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્યાને રૂ.૨૪,૦૦૦/-ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને સ્થળ ઉપર મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા.આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામ ના દાતાઓને તથા ભુમીદાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજ માંથી કાયમી વધુ ને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરી.તદુપરાંત બ્લડ ડોનેસન કેમ્પ પણ રાખેલો જેમાં પધારેલા સૌ કોઈએ બહોળી સંખ્યામાં રક્તદાન કરીને સહકાર આપ્યો. આ પ્રસંગ ને સફળ બનાવવા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech