ભાજપ અને ક્ષત્રિય સમાજ વિવાદનો ઉકેલ લાવે: માંધાતાસિંહ

  • April 09, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા એ ક્ષત્રિય સમાજ બાબતે કરેલી ટિપ્પણી બાબતે રાજકોટના રાજવી માંધાતાસિંહે હવે આ સમગ્ર પ્રકરણમાં ક્ષત્રિય સમાજ અને ભાજપને વિવાદનો ઉકેલ લાવવા અનુરોધ કર્યેા છે.


માંધાતાસિંહે આજે આ સંદર્ભે પોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું હતું કે લોકશાહીમાં વાણી સ્વતત્રં છે પરંતુ તે વાણી વિલાસમાં પરિવર્તિત ન થવું જોઈએ. પુષોત્તમ પાલા લોકસાહિત્યના જાણકાર છે અને કેન્દ્રના મંત્રી છે. તેમના દ્રારા કરાયેલા ઉચ્ચારણને કારણે મારા હૃદયને ચોટ લાગી છે. તેમણે અથવા તો કોઈ પણ આગેવાન અને સમાજના નેતાઓએ અન્ય કોઈ સમાજ બાબતે બોલતા પહેલા વિચારવું જોઈએ. પાલાના નિવેદન પછી મેં ભાજપના નેતાઓનું આ બાબતે ધ્યાન દોયુ હતું અને ભૂલ સુધારવા માટે આગ્રહ રાખ્યો હતો. આ આગ્રહ મુજબ પાલા એ ક્ષમાયાચના માટે વિડિયો પ્રસારિત કર્યેા હતો. ગોંડલ નજીકના સેમળા ગામે જાહેરમાં માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજના વંદનીય સતં લાલબાપુને વંદન કરીને ક્ષત્રિય સમાજની માફી માગી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજને મોટું મન રાખવા અપીલ કરી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હવે ભાજપ અને ક્ષત્રિય સમાજે વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.


ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્રારા જોહર અને શાકા બાબતે અપાયેલી ચેતવણીનો ઉલ્લેખ કરી માંધાતાસિંહે જણાવ્યું હતું કે મહિલાઓએ આ વિચાર તેના દિમાગમાંથી કાઢી નાખવો જોઈએ. યુદ્ધના અંતિમ ચરણમાં તે થતા હોય છે અને મહિલાઓ માટેનું આ અંતિમ અને અમોઘ શસ્ત્ર છે.
રાજા રજવાડાના ઇતિહાસને ઉજાગર કરતું એકતાનગરમાં ભવ્ય મ્યુઝિયમ બનાવવાનું છે તેનો પણ માંધાતાસિંહે ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 10,000 ચોરસ ફૂટમાં અંદાજે રૂપિયા 263 કરોડના ખર્ચે આ મ્યુઝીયમ બનવાનું છે.


માંધાતાસિંહે અંતમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી શાસકોમાં સંવેદનશીલતા ઘટતી જાય છે તે નાગરિક તરીકે આપણી અને દેશની કમનસીબ છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વારસદાર છીએ. વાણી સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે મન ફાવે તેવા શબ્દો મન ફાવે તે જગ્યાએ બોલી શકાય. ભારતીય પરંપરા સનાતન ધર્મ વગેરે બાબતમાં સમજી વિચારીને બોલવું જોઈએ. કોઈપણ સમાજ કે પક્ષની નિંદા કરતાં પહેલાં આ તમામ બાબતોનો વિચાર કરવો જોઈએ. વ્યક્તિગત સ્વાર્થ માટે બોલાતા આવા શબ્દો માનવતાના હનન સમાન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application