ઈરાન–ઇઝરાયેલ સંઘર્ષથી ત્રીજાં વિશ્ર્વયુદ્ધના ભણકાર

  • October 02, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઇઝરાયેલ પર ઈરાને ૨૦૦ મિસાઈલથી હત્પમલો કર્યેા તે પછી યુદ્ધ વધુ વિસ્તરે તેવી આશંકા ઉભી થઇ છે. મધ્યપૂર્વના યુદ્ધમાં ઈરાને ઝંપલાવ્યું એનાથી અમેરિકા પણ એન્ટ્રી કરે એ લગભગ નિશ્ચિત થઇ ગયું છે. અમેરિકાએ સત્તાવાર રીતે કહ્યું છે કે તેણે ઈઝરાયેલને ઈરાની મિસાઈલો તોડી પાડવામાં મદદ કરી હતી. ઈરાનના મિસાઈલ હત્પમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહત્પએ કહ્યું કે સાંજે ઇઝરાયલ પરનો હત્પમલો નિષ્ફળ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાને આ હત્પમલાની મોટી કીમત ચુકાવાવવી પડશે, અમે ઈરાન પર હત્પમલો કરીશું. સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેમણે કહ્યું કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક છે જેણે ઇરાનના હત્પમલાને નિષ્ફળ બનાવ્યો છે. ઈરાન દ્રારા ઈઝરાયેલ પર લગભગ ૨૦૦ મિસાઈલો ફાયર કર્યા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહત્પએ સુરક્ષા કેબિનેટની બેઠકને સંબોધિત કરી હતી.
ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હત્પમલામાં કોઈ ઈજાના સમાચાર નથીઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હત્પમલામાં લગભગ ૧૮૧ મિસાઈલો છોડવામાં આવી હતી. ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેઓએ તેમાંથી મોટા ભાગની મિસાઇલોને અટકાવી દીધી હતી. જો કે, પશ્ચિમ કાંઠે એક

પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયલીઓ ઘાયલ થયા હતા.
તેહરાને તેના કટ્ટર દુશ્મન પર લગભગ ૨૦૦ મિસાઇલો છોડા પછી, ઇરાનના ચીફ આફ સ્ટાફે બુધવારે ઇઝરાયેલમાં જો તેના પ્રદેશ પર હત્પમલો કરવામાં આવે તો સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રકચરને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. મેજર જનરલ મોહમ્મદ બાઘેરીએ સરકારી ટીવી પર જણાવ્યું હતું કે, વધુ મોટો હત્પમલો કરવામાં આવશે અને ઇઝરાયેલની તમામ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવામાં આવશે.

ઈશ્ર્વરે વિજય અપાવ્યો: ખામેની
ઈરાનના સર્વેાચ્ચ નેતા અલી ખામેનીએ બુધવારે ઈઝરાયેલ પર ૧૮૦ થી વધુ બેલેસ્ટિક મિસાઈલો ફાયર કર્યા પછી ભૂગર્ભ હથિયારોના વિશાળ જથ્થાનું ચિત્ર સોશિયલ મીડિયા એકસની પ્રોફાઇલ પર મુકીને લખ્યું હતું કે આ વિજય ઈશ્વરદત્ત છે. તેમણે ચેતવણી આપી હતી કે ઇઝરાયેલ જો સામે હત્પમલો કરશે તો અજમે તેણે ખતમ કરી દઈશું.

હત્પમલો ખાળવા અમેરિકાએ ટેકો આપ્યો: બાઈડેન
આજે, મારા નિર્દેશ પર, યુનાઇટેડ સ્ટેટસની સૈન્યએ ઇઝરાયેલના સંરક્ષણને સક્રિયપણે ટેકો આપ્યો, ઈરાન તરફથી કરવામાં આવી રહેલા હત્પમલામાં અમેરિકન સેના ઇઝરાયલની મદદ કરે તેમ બાઈડેને જણાવ્યું હતું. અમેરિકા તરફથી જાણકારી આપવામાં આવી હતી કે રાષ્ટ્ર્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્ર્રપતિ કમલા હેરિસ ઈરાન તરફથી કરવામાં આવેલા હત્પમલા બાદ બનેલી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

ઈરાને ઈઝરાયલને મદદ કરનારા દેશોને આપી ધમકી
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં કહ્યું કે ઇરાને ઇઝરાયલ સામે આત્મરક્ષા કરી છે. યાં સુધી ઇઝરાયલની સરકાર જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય નથી લેતી ત્યાં સુધી અમે હત્પમલો કરીશું નહીં. આ સાથે ઈરાની સશક્ર દળોએ મિસાઈલ હત્પમલાના જવાબમાં ઈઝરાયલના સમર્થનમાં કોઈપણ પ્રત્યક્ષ સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હતી. સશક્ર દળોએ કહ્યું હતું કે ઇઝરાલના સમર્થન કરનારા દેશો દ્ધારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેને ઈરાનના સશક્ર દળો દ્રારા એક શકિતશાળી હત્પમલાનો સામનો કરવો પડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News