જળવાયુ પરિવર્તન: આઠ રાજયોમાં ૬૦ ટકા ઓછો વરસાદ,૧૩ રાયોમાં પાણીની અછત

  • January 22, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાન્યુઆરી મહિના દરમિયાન અત્યાર સુધી, દેશના મોટાભાગના રાયોમાં ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. હવામાન પરિવર્તનને કારણે, ૧ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન દેશભરમાં વરસાદમાં ૬૦ ટકાનો ઘટાડો થયો હતો. આઠ રાયો એવા છે યાં પાણીનું એક ટીપું પણ પડું નથી. જયારે ૧૩ રાયોમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં જમ્મુ–કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મિશ્ર વરસાદ પડો છે. ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં ૬૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, યારે ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં ૭૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. યારે, હરિયાણામાં સામાન્ય કરતાં ૧૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે અને ચંદીગઢમાં સામાન્ય કરતાં ૧૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે તેને સામાન્ય વરસાદની શ્રેણીમાં મૂકયો છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીમાં સામાન્ય કરતાં ૨૨ ટકા ઓછો વરસાદ પડો હતો, અને પંજાબમાં ૧૭ ટકા ઓછો વરસાદ પડો હતો. આને સામાન્ય વરસાદ કહેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં ૭૨ ટકા ઓછો વરસાદ, જમ્મુ અને કાશ્મીરમાં ૮૧ ટકા ઓછો અને લદ્દાખમાં ૯૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં, ખેડૂતો કોઈક રીતે ઘઉં, ચણા, મસૂર, વટાણા, અળસી અને તુવેર જેવા પાકોને બોરવેલ દ્રારા સિંચાઈ કરીને બચાવી રહ્યા છે. જો ભવિષ્યમાં પરિસ્થિતિ આવી જ રહેશે તો ખેડૂતો માટે રવિ પાક બચાવવા મુશ્કેલ બનશે.
ઓડિશામાં વરસાદની ૧૦૦ ટકા ખાધ હતી. મધ્યપ્રદેશમાં ૮૬ ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. ગુજરાત, દાદરા–નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા અને છત્તીસગઢમાં એક પણ ટીપું વરસાદ પડો નહીં. યારે મહારાષ્ટ્ર્રમાં ૯૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મિઝોરમ અને ત્રિપુરામાં ૧૦૦ ટકા વરસાદની ખાધ નોંધાઈ. સિક્કિમમાં ૬૮ ટકા ઓછો વરસાદ, પશ્ચિમ બંગાળમાં ૯૮ ટકા ઓછો વરસાદ અને ઝારખડં અને બિહારમાં ૯૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આસામમાં સામાન્ય કરતાં ચાર ટકા વધુ વરસાદ પડો છે. મેઘાલયમાં ૭૩% ઓછો વરસાદ નોંધાયો છે, અને નાગાલેન્ડમાં ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સામાન્ય કરતાં ૩૩ ટકા વધુ વરસાદ પડો. આંધ્રપ્રદેશમાં સામાન્ય કરતાં ૪૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. યારે તેલંગાણામાં બિલકુલ વરસાદ પડો ન હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application