આજે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં હનુમાન દાદાના જન્મોત્સવના ભવ્ય વધામણા થયા હતા વહેલી સવારથી મંદિરોમાં ભાવિકોની ભીડ જામી હતી. પ્રભુ શ્રીરામના પરમ ભકત અજરા અમર શ્રી હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા માટે ભકતોમાં ભારે તલસાટ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ સારંગપુર હનુમાન મંદિર ખાતે ગુજરાત સહિત દેશભરમાંથી હનુમાનદાદાના ભકતોનો પ્રવાહ ઉમટયો છે.
આજે રાજકોટ ઉપરાંત ગામે ગામ જય હનુમાન જય બજરગં બલીના જયઘોષ સાથે ભવ્યથીભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
આ શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ હનુમાનજીના પાત્રોમાં ભાવિકોને આશીર્વાદ આપી રહ્યા હતા. હનુમાન દાદાના મંદિરોને ફલ અને રોશની થી શણગારવામાં આવ્યું છે તો ઘણી જગ્યાએ હનુમાનદાદાના જન્મોત્સવને કેક કટીંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો ઘણી જગ્યાએ બુંદી, લાડવા અને ગાંઠિયાના મહાપ્રસાદ સાથે બટુકભોજનના કાર્યક્રમ યોજાયા છે.
રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર્ર અને કચ્છ સહિત ઠેર ઠેર હનુમાન મંદિરોમાં વહેલી સવારથી ભકતો તેલ, સિંદૂર અને કાળા અડદ તેમજ આંકડાની માળા શ્રીફળ અને પ્રસાદ સાથે હનુમાન દાદાના પૂજન સાથે હનુમાન જન્મની મંગલમય ઉજવણી કરી હતી.
રાજકોટમાં આજે બડા બજરગં ફાઉન્ડેશન તેમજ શ્રી ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઈલ દ્રારા હનુમાન દાદાની શોભા યાત્રા નીકળશે , તેમજ શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની શોભાયાત્રામાં ૧૦૦૮ જેટલા બાઈક અને કાર સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ભગવાન શ્રીરામ અને હનુમાન દાદા ના ભકતોમાં આજે ભારે ઉમગં છવાયો છે. યારે હનુમાન દાદાનો જન્મ થયો હતો એ સમયના નક્ષત્ર ચિત્રા નક્ષત્ર હતા, આજે પણ ચિત્રનક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ હોવાથી સાથોસાથ મંગળવારનો સુભગ સમન્વય રચાયો છે. મંદિરોમાં હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠનું સ્મરણ થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech