યુવાઓ માટે રસ્તો છોડી દેનારા નેતાઓ વધારી શકે છે રાજભવનની શોભા

  • June 22, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાઈકમાન્ડના ઈરાદાને સમજીને, ભાજપ્ના નેતા કે જેમણે લોકસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓ માટે રસ્તો છોડી દીધો હતો તે રાજ્યપાલ તરીકે રાજભવનની શોભા વધારશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ્ના વફાદાર અને અનુભવી નેતાઓને વિવિધ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે મોકલવામાં આવી શકે છે. આ સિવાય કેટલાક નિવૃત્ત અધિકારીઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ મહિનામાં રાજસ્થાન અને યુપી સહિત આઠ રાજ્યોના રાજ્યપાલોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ગવર્નરોના નામ પર મંથન ચાલી રહ્યું છે. વાસ્તવમાં, ભાજપે નવા ચહેરાઓને તક આપવા માટે લોકસભા ચૂંટણીમાં લગભગ 100 સાંસદોની ટિકિટો રદ કરી હતી. જેમાં મોદી 2.0 સરકારના મંત્રીઓ અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી એવા અનુભવી નેતાઓને રાજ્યપાલનું પદ આપી શકે છે જેમણે ભાજપ્ના નેતૃત્વના નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો હતો અને જેમની ભૂમિકા ચૂંટણીમાં સકારાત્મક રહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી વર્તુળોમાં બિહારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, કણર્ટિકથી પૂર્વ સીએમ ડીવી સદાનંદ ગૌડા, ઉત્તર પ્રદેશથી પૂર્વ મંત્રી વીકે સિંહ અને પૂર્વ મંત્રી ડો.હર્ષ વર્ધનને દિલ્હીથી રાજભવન મોકલવાની ચચર્િ ચાલી રહી છે. આ સિવાય તમિલનાડુના પાર્ટી નેતા પી. રાધાકૃષ્ણનને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.

આનંદીબેન પટેલ (ઉત્તર પ્રદેશ), કલરાજ મિશ્રા (રાજસ્થાન), આચાર્ય દેવવ્રત (ગુજરાત), બંડારુ દત્તાત્રેય (હરિયાણા), રમેશ બૈસ (મહારાષ્ટ્ર), અનસુયા ઉઇકે (મણિપુર), ફાગુસિંહ ચૌહાણ (મેઘાલય) અને આરીફ મોહમ્મદ ખાન (કેરળ) આ સિવાય પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે પરંતુ તે સ્વીકારવામાં આવ્યું નથી.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે અથવા તેમને અન્ય રાજ્યમાં તક આપવામાં આવી શકે છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે ખાને કેરળની ડાબેરી સરકારના રાજકીય અને વિચારધારા આધારિત નિર્ણયોને મજબૂત રીતે ઉજાગર કયર્િ છે અને તેમને લોકો સમક્ષ લાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application