લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ભારતીય સમય અનુસાર 18 નવેમ્બર, 2024ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. ગયા મહિને જ ભારત સરકારે બિનજામીનપાત્ર કલમ હેઠળ અનમોલ માટે વોરંટ જારી કર્યું હતું. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કર્યાના થોડા અઠવાડિયા બાદ જ આ કાર્યવાહી થઈ છે. અનમોલ બિશ્નોઈ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસ અને અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કેસમાં ફરાર આરોપી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા અનમોલ વિરુદ્ધ નોંધાયેલા બે કેસ ઉપરાંત, અન્ય 18 ફોજદારી કેસ પણ તેની વિરુદ્ધ નોંધાયેલા છે.
પ્રત્યાર્પણ સંધિ શું છે?
પ્રત્યાર્પણ સંધિ એ એક આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના હેઠળ બે દેશો પોતપોતાના દેશોમાં કરેલા ગુનાઓ માટે ભાગેડુ ગુનેગારોને એકબીજાને સોંપવા માટે સંમત થાય છે. આ સંધિ બંને દેશોની કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં મદદ કરે છે.
ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત પ્રત્યાર્પણ સંધિ છે. બંને દેશો વચ્ચે આ કરાર 1997માં થયો હતો, ત્યારબાદ બંને દેશોએ તેમની ન્યાયિક પ્રણાલીમાં સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે જો કોઈ ભારતીય ગુનેગાર અમેરિકામાં છુપાયેલો હોય તો તેને ભારત પરત લાવી શકાય છે અને આ સંધિ હેઠળ આશિષ બિશ્નોઈની ધરપકડ થઈ છે, હવે ભારત તેને તેના દેશમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
યુનાઇટેડ કિંગડમ (યુકે)
ભારત અને બ્રિટન વચ્ચે 1992માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ બંને દેશો વચ્ચે ગુનેગારોને ઝડપી પરત ફરવાની ખાતરી આપે છે. જો કોઈ વ્યક્તિ ભારતીય ન્યાયિક આદેશોથી બચવા માટે બ્રિટનમાં છુપાયેલો હોય તો ભારત તેને દેશનિકાલ કરવા માટે બ્રિટનને વિનંતી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2008માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ બંને દેશોના કાયદાનું ઉલ્લંઘન કરનારા ગુનેગારોને પરત કરવાની ખાતરી આપે છે. ઓસ્ટ્રેલિયામાં છુપાયેલા ઘણા ભારતીય ગુનેગારો ન્યાયિક કાર્યવાહીથી બચવા માટે ભારતમાં રહી શકે છે અને આ સંધિ હેઠળ તેમને દેશનિકાલ કરી શકાય છે.
કેનેડા
ભારત અને કેનેડામાં પ્રત્યાર્પણ સંધિ પણ છે, જે ખાસ કરીને સંગઠિત અપરાધ, આતંકવાદ અને અન્ય ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા કેસોને લાગુ પડે છે. ઘણા ગુંડાઓ અને આતંકવાદીઓ છુપાઈને કેનેડા જાય છે અને આ સંધિ હેઠળ તે ગુનેગારોને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
દુબઈ (સંયુક્ત આરબ અમીરાત)
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પણ છે. આ સંધિ ખાસ કરીને વ્યવસાયિક છેતરપિંડી, મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓના પ્રત્યાર્પણ ગુનેગારોને લાગુ પડે છે.
સિંગાપોર
ભારત અને સિંગાપોર વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પણ છે, જે મુખ્યત્વે આર્થિક ગુનાઓ, મની લોન્ડરિંગ અને અન્ય આંતરરાષ્ટ્રીય ગુનાઓને આવરી લે છે. ભારતે આર્થિક અપરાધીઓને પરત કરવા માટે સિંગાપોરને વારંવાર વિનંતી કરી છે.
મલેશિયા અને થાઈલેન્ડ
ભારતની મલેશિયા અને થાઈલેન્ડ સાથે પણ પ્રત્યાર્પણ સંધિ છે. આ દેશો સાથે વ્યાપારી છેતરપિંડી, સંગઠિત અપરાધ અને આતંકવાદ સંબંધિત ગુનેગારોને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech