જામનગર, તા. 7 ફેબ્રુઆરી, 2025: વાડીનાર સ્થિત નયારા એનેર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું લોકાર્પણ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નયારા એનર્જીએ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સાથે જોડાઈને યુવાનોને આદ્યોગિક તાલીમ મળી રહે એ માટે સીએનસી/વીએમસી ટેકનિકલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી છે. આ કેન્દ્રમાં આધુનિક વીએમસી મશીનની અર્પણવિધિ નયારા એનેર્જીના ચેરમેન પ્રસાદ પાનીકર, વાડીનાર રિફાઇનરીના હેડ અમરકુમાર સહિતની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ પહેલથી જામનગર જિલ્લામાં સીએનસી-આધારિત કાર્યબળ, ખાસ કરીને ઓપરેટરો અને પ્રોગ્રામરોમાં કુશળ માનવ સંસાધનોની નોંધપાત્ર અછતને દૂર કરવાનો ઉદ્દેશ્ય છે.
નયારા એનર્જી દ્વારા સમર્થિત એફડબલ્યુડબલ્યુબી તથા આર્ય ડોટ એજી દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટમાં ખંભાળિયા અને લાલપુર બ્લોકના ગામડાઓમાં કૃષિ-મૂલ્ય સાંકળો વિકસાવવા તથા ખેડૂતોને વધુ સારી રીતે વેપાર કરવા માટે સુવિધાસભર તાલીમ આપવા ખંભાળિયા ફાર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી ઉત્પાદન અંગેના પડકારોનો સામનો કરવા, ખેડૂતોને વધુ સશક્તિકરણ કરવા અને બજારમાં તેમની પહોંચ વધારવા માટે આ પ્રોજેક્ટ મહત્તની ભૂમિકા ભજવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech