પુસ્તક વાંચનથી મન અને તન સ્વસ્થ બને છે. પુસ્તક માણસને સામાજિક બનાવે છે. હાલના સમયમાં યુવાઓ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ત્યારે પુસ્તકોના વાંચન તરફ પ્રેરિત થાય તો સમજણ શકિત વધશે અને ડ્રગ્સનું દૂષણ નાબુદ થશે તેવા ઉદ્દેશ્ય સાથે યુવાઓ તેની કારીકિર્દી બનાવી શકે તે માટે વાંચન વલોણું સંસ્થા દ્રારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હરતા ફરતા પુસ્તકાલયનું લોકાર્પણ તથા વાંચે પોલીસ અને ડિજિટલ લાઇબ્રેરી એમ ત્રિવિધ કાર્યક્રમ નો પ્રારભં કરવામાં આવ્યો હતો.
ચાપરડાના મહતં અને ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદજી બાપુને તેના જન્મદિવસ નિમિત્તે પુસ્તક તુલા દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા તે દરમિયાન અંદાજિત ૫ હજારથી વધુ પુસ્તકો પ્રા થયા હતા. જેનો વાચકોને સદુપયોગ થાય અને ઘર આંગણે જ વાંચન સુવિધા મળી રહે તેવા હેતુથી હરતું ફરતું પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં મુકતાનંદજી બાપુએ જણાવ્યું હતું કે પુસ્તકનું વાંચન સમાજને ફકત સમૃદ્ધ બનાવતું નથી પરંતુ સમાજમાં પ્રસરેલી બદી પુસ્તકના વાંચનથી મુકિત મળે છે. પાન માવાના વ્યસન, દા બાદ હવે યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે જે ચિંતાજનક છે જેથી ઘરે–ઘરે પુસ્તકો વેચાશે તો યુવકો વાંચતા થશે અને સમજણ શકિત વધતા ભયંકર દૂષણોમાંથી મુકત થવા યુવાનો પ્રેરાશે. એસપી હર્ષદ મહેતાના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લ ામાં ડ્રગ્સનું દુષણ વધતું જાય છે જે ચિંતાજનક બાબત છે. જેથી યુવાનો સહિતના સમાજના લોકો પુસ્તક વાંચતા થશે તો સમજણ શકિત કેળવાશે અને દૂષણથી દૂર રહેશે.
કાર્યક્રમ અંતર્ગત પુસ્તક પરબના મુખ્ય કાર્યકર નિધીબેન પંડાએ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં સંસ્થા દ્રારા થતી વાચનની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. પ્રેમાનદં વિધામંદિરના ડાયરેકટર અને કેળવણીકાર માતંગભાઈ પુરોહિતે પુસ્તકો વાંચવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં પોલીસ જવાનોએ હત્પં વાંચીશ, વાંચીને જ્ઞાન સમૃદ્ધ બનીશ અને પરિવારની જવાબદારી નિ ાપૂર્વક નિભાવીશ તેવા સામૂહિક શપથ લીધા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવારો માટે બેસીને વાંચી શકાય તેવી સેકડો પુસ્તકોની લાઇબ્રેરીને મુકતાનંદજી બાપુના હસ્તે ખુલ્લ ી મુકવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ભરતભાઈ મેસીયાએ કયુ હતું. આ પ્રસંગે હરતા ફરતા પુસ્તકાલયને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને પોલીસ હેડ કવાર્ટરમાં ઘરે–ઘરે ફયુ હતું ત્યારે આ પુસ્તક લાઇબ્રેરીમાંથી પોલીસ પરિવારના સભ્યોએ પુસ્તકો વાંચી ખુશી વ્યકત કરી હતી.
માજી સાંસદની સ્મૃતિમાં ડિજિટલ લાઇબ્રેરી માટે ૧.૫૧ લાખ અર્પણ
જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ સુરેશભાઈ વેકરીયાએ તેના પિતા માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાની સ્મૃતિમાં વાંચન વલોણું સંસ્થાને ડિજિટલ લાઈબ્રેરી પેટે પિયા ૧.૫૧ લાખની રકમનો દાન આપવાનું જાહેર કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech