દ્વારકાધીશ યુવા ગ્રુપના ડોકટરો અને ટીમના સેવાભાવી યુવાનોની જહેમત
દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ખંભાળિયા તરફથી પસાર થતા પદયાત્રીકો માટે એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં પદયાત્રિકોને એમ્બ્યુલન્સ સેવા અને ખંભાળિયાની આઠ જાણીતી હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવા વિતરણની સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, પ્રભારી ડો. ઉમંગભાઈ પંડ્યા, પાલાભાઈ કરમુર, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, પિયુષભાઈ કણજારીયા, જીગ્નેશભાઈ પરમાર વિગેરે સાથે ડોકટર ટીમના ડો. અમિત નકુમ, ડો. નિકુંજાબેન નકુમ, સ્વયંસેવક ટીમના ઈન્દ્રજીતસિંહ પરમાર, વનરાજસિંહ વાઢેર, લાલજીભાઈ ભુવા, નિકુંજ વ્યાસ, ભવ્ય ગોકાણી, મનીષ રાઠોડ, મિલન વારિયા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી, સેવાકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.
આ સેવાકાર્યને સફળ બનાવવા શ્રી દ્વારકાધીશ યુવા ગ્રુપના ડોકટરો અને ટીમના સેવાભાવી યુવાનોની જહેમત ઉઠાવી રહ્યા છે.
***
જામનગર એસ.ટી. ડીવીઝન દ્વારા દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જવા માટે એકસ્ટ્રા બસો શરુ: ૨૬ માર્ચ સુધી જામનગર ડેપોમાંથી થશે બુકીંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા. ૧૭ થી ર૬ માર્ચે ર૦ર૪ દરમિયાન દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા લોકોને વધારાની સુવિધાને ઘ્યાને લઇ જામનગર વિભાગ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા આવવા જવાનું ભાડું દ્વારકાથી જામનગર ૧૯૦, દ્વારકાથી રાજકોટ રપ૦, દ્વારકાથી પોરબંદર ૧૬૦, દ્વારકાથી સોમનાથ ર૭પ તથા દ્વારકાથી જુનાગઢ રુા. ર૪૦ રાખવામાં આવ્યા છે.
જામનગર એસ.ટી. વિભાગ દ્વારા દ્વારકા ફૂલડોલ ઉત્સવને ઘ્યાને લઇ મુસાફરોને આવાગમન કરવામાં કોઇ સમસ્યા ન પડે તે ઘ્યાને લઇને એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૭ થી ર૬ માર્ચ ર૦ર૪ સુધી જામનગર ડેપોથી બુકીંગ કરાવી શકાશે. તેમજ એક જ ગ્રુપનો પ૧ થી વધુ મુસાફરો ગ્રુપ બુકીંગ કરાવી શકાશે. તેમજ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફરોને કોઇ સમસ્યા ન પડે તો વધુને વધુ એસટી બસનો લાભ લેવા વિભાગીય નિયામક જાડેજા અને ડેપો મેનેજર વરમોરા દ્વારા અનુરોધ કરાયો છે.
***
જામનગર થી દ્વારકા જતા પદયાત્રીઓ માટે પોલીસનો વિશેષ સેવા યજ્ઞ: પદયાત્રીઓને રેડિયમ પટ્ટી વાળા જેકેટ તેમજ રેડિયમ પટ્ટીઓનો વિતરણ કરાયું
દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરે આગામી ધૂળેટીના તહેવારના દિવસે યોજાયેલા ફૂલડોલ મહોત્સવ ના કાર્યક્રમમાં જઈ રહેલા સૌરાષ્ટ્ર ભરના પદયાત્રીઓ માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા વિશેષ સેવા કરવામાં આવી રહી છે. જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ. શ્રી એ. કે. પટેલ અને તેમના સ્ટાફ દ્વારા રાત્રી ના સમયે જામનગર- ખંભાળિયા બાયપાસ સહિતના હાઈવે રોડ પરથી પસાર થનારા પદયાત્રીઓ, કે જેઓને જરૂરિયાત મુજબના રીફ્લેકટર વાળા જેકેટ અપાયા હતા સાથો સાથ કેટલાક પદયાત્રીઓના થેલા વગેરે પર રેડિયમ પટ્ટી લગાવીને પદયાત્રીઓને વાહનચાલકો થી બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech