રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨ના વાવડી વિસ્તારમાં તપન હાઇટસ પાસે ટી.પી. સ્કીમ નં.૧૫ (વાવડી) એફ.પી. નં.૫૨એફમાં ૧૨૩૦૩ ચો.મી.માં .૧.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ગાર્ડન અને બાલક્રીડાંગણનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યકમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ લેન્ડસ્કેપ ગાર્ડનમાં પેરીફેરીમાં સમગ્ર ગાર્ડનમાં લોકો પોતાના સ્વાસ્થયની જાળવણી અને ફરવાના ઉપયોગમાં લઇ શકે તે માટે અંદાજી ૫૬૧.૦૦ રનીંગ મીટરમાં વોકવે તેમજ અંદાજી ૩૯૬૮.૦૦ ચો.મી.માં રેસ્ટીંગ પોઇન્ટ(લોન પ્લોટ તથા લેન્ડ સ્કેપ) અને અંદાજી ૨૨૦૫.૦૦ ચો.મી.માં ફલાવરીંગ બેડ પ્લાન્ટસ આવેલ છે. સાથો સાથ સંલ ગાર્ડનમાં અંદાજી ૫૩૧.૦૦ચો.મી. વિસ્તારમાં બાળકો વિગેરેના આનદં પ્રમોદ માટે અધતન બાલક્રિડાંગણના સાધનો મુકેલ છે. તેમજ લોકોના સુ–સ્વાસ્થય જળવાય રહે તે માટે અંદાજી ૬૨૩.૦૦ ચો.મી. વિસ્તારમાં ફીઝીકલ ફીટનેશના સાધનો મુકવામાં આવેલ છે. તેમજ અંદાજી ૨૭૭૧ ચોરસ મીટરના રસ્તાઓના વિસ્તારમાં અલગ અલગ અંતરે બેઠક માટે બેન્ચીસ મુકવામાં આવેલ છે. સીનીયર સીટીઝન માટે અંદાજી ૨૦૦.૦૦ ચો.મી. બનાવામાં આવેલ તથા આ બગીચામાં ટોયલેટ, મેડીટેશન પોઈન્ટ, સેલ્ફી પોઈન્ટ, પાકિગ, સિકયુરીટી મ, ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ, કમ્પોસ્ટ પીટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ બનાવામાં આવેલ છે.
આ લેન્ડસ્કેપ –ગાર્ડનીંગનો એક વર્ષ નિભાવણી સાથેનો ગાર્ડન શાખાના અંદાજી કુલ ખર્ચ ૧૯૩ લાખ થવા જાય છે, કામગીરીમાં અધતન લેન્ડ સ્કેપ, રેસ્ટીંગ પોઇન્ટ, પેરીફેરી વોક– વે, ફોલીએજ પ્લાન્ટસ, તેમજ સદાહરિત વૃક્ષો વિગેરેનું વાવેતર કરાયું છે. ઉપરોકત લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠિયા, કોર્પેારેટર મિતલબેન લાઠિયા, પ્રમુખ યોગેન્દ્ર સિંહ જાડેજા, મહામંત્રી જયેશભાઇ પંડા, ધીરજભાઈ મુંગરા, કિશનભાઈ ટીલવા, કિરણબેન માંકડીયા, કિરણબેન હરસોડા, અગ્રણી મૌલીકભાઈ દેલવડિયા, ચેતનભાઈ લાઠીયા, ચેતન હીરપરા, મિલનભાઈ, જય ગર, દિલીપ કોટડીયા, વિમલ રાદડીયા, અલ્પાબેન જાદવ, ગીતાબેન શિશાંગીયા, ભગવાનજીભાઈ ધાધલ, કિશોરભાઈ પરમાર, દશરથસિંહ જાડેજા, પરસોત્તમભાઈ રાઠોડ, યોગરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, વિરલ રાઠોડ, રમણીકભાઈ દેવળીયા, જયેશભાઈ ખૂંટ, જયેશભાઈ સાકરીયા, મહેશભાઈ ઠુંમર, દિલીપભાઈ ગજેરા, રસીલાબેન પટેલ, કનકબા ડાભી, ગંગદાસભાઈ ગજેરા, તુષારભાઈ ઉદેશી, પ્રતાપભાઈ વ્યાસ, જીેશભાઈ લાઠીયા, દીપકભાઈ સિંધવ, દિનેશભાઈ રાબડીયા, મૌલિકભાઈ પટોળીયા, મિતુલભાઈ રૈયાણી, ભાવેશભાઈ વઘાસીયા, રમેશભાઈ લાઠીયા, રામભાઈ રામાનુજ તથા વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech